Asia Cup 2023 : એશિયા કપનું શિડ્યુલ જાહેર, હાઈબ્રિડ મોડલમાં રમાશે ટુર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે INDvsPAKની મેચ


  • Published By :
  • Published Date : 2023-07-19 21:16:55

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ દ્વારા સત્તાવાર રીતે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરાયું છે, અને આ એશિયા કપ આગામી 30 ઓગસ્ટથી શરુ થવા જઈ રહ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ, 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાની મેચ  


એશિયા કપ 2023ની યજમાની આ વખતે પાકિસ્તાન કરી રહ્યું છે, પંરતુ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ACCએ આ એશિયા કપ હાઈબ્રિડ મોડલમાં રમાડવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આ ટુર્નામેન્ટની માત્ર ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. મતલબ કે ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે, પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.  



એશિયા કપની શરુઆત 30 ઓગસ્ટથી થશે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે, જ્યારે ભારતીય ટીમ તેની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે શ્રીલંકના કેન્ડી ખાતે રમશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મુકાબલો શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 


કુલ 6 ટીમ ભાગ લેશે 


એશિયા કપ 2023માં એશિયા ખંડની કુલ 6 ટીમ ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ. એમ કુલ 6 ટીમો ભાગ લેશે. તમામ ટીમ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સાથે ટકરાશે અને ટોચની 4 ટીમ ગ્રુપ સ્ટેજ પછી સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થશે. 

ભારત તેની બીજી મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે શ્રીલંકાના કેન્ડિમાં જ રમશે, સુપર 4 ગ્રુપ A અને ગ્રુપ Bની ટોપ 2 ટીમ એકબીજા સાથે ટકરાશે. 6 સપ્ટેમ્બરથી શરુ થતો સુપર 4નો રાઉન્ડ કંઈક આ મુજબ રહેશે : A1vsB2, B1vsB2, A1vsA2, A2vsB1, A1vsB1 અને A2vsB2 અને ત્યારબાદ સુપર 4ની ટોપ 2 આગામી 17 સપ્ટેમ્બરના રોજ ટીમ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે, અને ફાઈનલ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 

3 વખત ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન 

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થાય છે તો 10 સપ્ટેમ્બરે કેન્ડીમાં બંને વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાશે. બીજી તરફ, જો બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ટોચ પર રહેશે તો 17મી સપ્ટેમ્બરે ફાઇનલ મેચ પણ રમાઈ શકે છે. આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત 3 મેચ રમાઈ શકે છે.


આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે

આમ તો છેલ્લાં ઘણાં સમયથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાતો હતો, પંરતુ એશિયા કપ બાદ ODI વર્લ્ડ કપ આવવાનો છે માટે એને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'