Asia Cup 2023 : India અને Pakistan વચ્ચે આજે મુકાબલો, ભારતે જીત્યો ટોસ, આ રહ્યા Playing 11ના નામ


  • Published By :
  • Published Date : 2023-09-02 16:39:48

એશિયા કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાલબો છે. વિશ્વભરના લોકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર છે. શ્રીલંકા ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે ભારતે ટોસ જીતી લીધો છે અને બેટિંગ લીધી છે. ભારતની ત્રણ વિકેટ પડી ગઈ છે. પાંચમી ઓવરમાં રોહિત શર્મા બોલ્ડ થયા, સાતમી ઓવરમાં વિરાટ કોહલી આઉટ થયા હતા જ્યારે 10મી ઓવરમાં શ્રેયસ અચ્યર આઉટ થયા હતા. હાલ શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર રમી રહ્યા છે. 11.2 ઓવરમાં ભારતના 51 રન થયા છે જ્યારે ત્રણ વિકેટનું નુકસાન થયું છે


બંને ટીમના પ્લેઈંગ 11 :

ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અચ્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ 


પાકિસ્તાન : બાબર આજમ, ફખર જમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિજવાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાજ, નસીમ શાહ અફરીદી અને હારિસ રઉફ




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .