વન વિભાગના પાપે એશિયાનું સૌથી મોટું ટીમ્બર ઉદ્યોગ ઠપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:55:50

કચ્છના ગાંધીધામનો ટીમ્બર ઉદ્યોગ એશિયાનો સૌથી મોટો ટીમ્બર ઉદ્યોગ છે. પરંતુ આ ઉદ્યોગના અત્યારે પડતીના દિવસો ચાલી રહ્યા છે. વાત એવી છે કે વન વિભાગના અધિકારીઓના કારણે ટીમ્બરના ઉદ્યોગને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. 


કેવી રીતે થયો ટીમ્બર ઉદ્યોગ ઠપ 

કચ્છમાં વિદેશથી આવતા ટીમ્બર માટેની જે વર્ષો જૂની પ્રથા હતી તે રાતોરાત બંધ કરી દેવામાં આવતા ઉદ્યોગપતિઓને ટ્રાન્ઝીટ પાસ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્ઝીટ સિસ્ટમ માટે ઘણી અરજીઓ આવી છે પરંતુ હાલ થોડી જ અરજીઓ પાસ થઈ છે જેના કારણે કરોડોનો વેપાર ઠપ પડી ગયો છે. 


અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાનો ઉદ્યોગપતિઓનો આક્ષેપ

ટીમ્બર વેપારીઓના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છના સ્થાનિક વન વિભાગની કચેરી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે ટ્રાન્ઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ 20 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ વન વિભાગ 280 રૂપિયા ઉઘરાવે છે. ટીમ્બર મીલની નોંધણી માટે પણ હજારો રૂપિયા ગેરકાયદેસર રીતે લેવામાં આવે છે તેવો ટીમ્બરના ઉદ્યોગપતિઓ આક્ષેપ લગાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે વન વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.  


ભારત ડિજિટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યું છે અને સિસ્ટમ અપડેટ કરી રહ્યું છે પરંતુ સ્થાનિક ક્ષેત્રોમાં તેની અમલવારી યોગ્ય રીતે નથી થઈ રહી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે