રાજકીય પક્ષો 70 ટકા ફંડ ક્યાંથી લાવ્યા તે કોઈને નથી ખબર!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:37:10

રાજકીય પક્ષોને મળતા કુલ ફંડમાંથી 70 ટકા રકમ અજ્ઞાત સ્ત્રોતમાંથી આવ્યું હોવાનો ઘટસ્ફોટ ADR રિપોર્ટમાં થયો છે. વર્ષ 2019-20માં તમામ રાજકીય પાર્ટીઓ કુલ મળેલા કુલ ફંડમાંથી 3,377.41 કરોડ જેટલી રકમ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળી હોવાનો ખુલાસો થયો છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ રાજકીય પાર્ટીઓએ રજૂ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નનું એનાલિસીસ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.


ADR દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર 2004-05 થી 2020-21 સુધીમાં રાજકીય પક્ષો ને 15,977.97કરોડ જેટલી માતબર  આવક ગુપ્ત (અજ્ઞાત) સ્ત્રોતથી મળેલ છે. એટલે કે આ આવક કયા સ્રોતમાંથી થઈ છે? કોણે આપી છે વગેરે વિગતો  ગુપ્ત છે.

 

વર્ષ 2020-21 દરમ્યાન 8 રાષ્ટ્રીય પક્ષોને થયેલ કુલ આવકમાંથી 426.742 (31%) જેટલી આવક ગુપ્ત સ્ત્રોત માંથી થયેલ છે, જ્યારે 27 ક્ષેત્રીય પક્ષોની કુલ આવકમાં થી 263.928 કરોડ (49.73%) અજ્ઞાત સ્ત્રોત માંથી આવેલા છે. અજ્ઞાત સ્ત્રોત માં ચૂંટણી બોન્ડ, કુપનનું વેચાણ, સ્વૈચ્છીક ફાળો, 20 હજારથી નીચેની રકમનું  દાન,મોર્ચા અને મિટિંગમાંથી ભેગો થયેલ ફાળો,રાહત ફંડ અને અન્ય આવકો નો સમાવેશ થાય છે.


દેશની તમામ મોટી રાજકીય પાર્ટી ઈલેક્ટ્રોરલ બોન્ડ, લોકોના દાન સ્વરૂપે મેળવે છે. ADRના રિપોર્ટ મુજબ રાજકિય પક્ષો 20 હજારથી ઓછી રકમમાં ફંડ આપનારની વિગત જાહેર કરતી નથી. જેથી તેમને ડોનેશન આપનાર વ્યક્તિની જાણકારી ગુપ્ત રહે છે.


નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન ભાજપે 2,642.63 કરોડ જેટલુ ફંડ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળ્યાનું જાહેર કર્યું હતું. આ રકમ કુલ ફંડની 78.24 ટકા જેટલી થાય છે. તે જ પ્રકારે કોંગ્રેસે પણ 526 કરોડ  અજ્ઞાત સ્ત્રોત પાસેથી મેળવ્યાનું ઈન્કમ ટેક્સ રિટર્નમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું કે તમામ 6 રાષ્ટ્રિય પાર્ટીની તુલનામાં ભાજપે જાહેર કરેલી અજ્ઞાત સ્ત્રોતની આવક 3.5 ગણી છે. અન્ય 6 રાજકીય પક્ષોએ કુલ મળીને 734.78 કરોડ જેટલું અજ્ઞાત ફંડ જાહેર કર્યું છે.


તમામ રાજકિય પાર્ટીઓએ રજુ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નમાં  3,377.41 કરોડ જેટલું ફંડ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફંડમાંથી ઈલેક્ટ્રોરલ બોન્ડના વેચાણ સ્વરૂપે 2,993.826 કરોડ જે કુલ 88.643 ટકા જેટલી રકમ થાય છે.  


વિશ્નના અન્ય દેશો ભુટાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, બ્રાઝીલ, બલ્ગેરિયા, અમેરિકા અને જાપાનમાં રાજકીય પક્ષોએ તેમના આવકના સ્ત્રોત જાહેર કરવા અનિવાર્ય છે. જ્યારે ભારતમાં રાજકિય પાર્ટીઓને મળતા કુલ ફંડની 70 ટકા રકમ અજ્ઞાત હોય તે લોકશાહી માટે ચિંતાજનક કહીં શકાય. લોકશાહીના હિતમાં રાજ્કીય પક્ષોના મળતાં નાણાંમાં પારદર્શિતા લાવવા માટે કોઈક નિયમનની જરૂર છે. 



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...