AstraZeneca Vaccine : બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે રસીની સાઇડ ઇફેક્ટથી લોહીમાં ગાંઠો પડે છે? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 12:44:44

થોડા વર્ષો પહેલા આપણે કોરોના મહામારી જેવી મહામારીનો સામનો કર્યો.. અનક લોકોના મોત આ કોરોનાને કારણે થયા, અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા... કોરોના સામે લડવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી... કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે આ કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 

અનેક લોકો પર થઈ રસીની ગંભીર સાઈડ ઈફેક્ટ!

કોરોનાથી બચવા માટે અનેક કંપની દ્વારા કોરોના વેક્સિન તૈયાર કરવામાં આવી. અલગ અલગ કંપનીઓએ વેક્સિન તૈયાર કરી.. AstraZenecaએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી જેને આપણે કોવિશિલ્ડ નામથી ઓળખીએ છીએ.. આ વેક્સિન અલગ અલગ નામોથી વિશ્વભરમાં લોકોને આપવામાં આવી... આ બધા વચ્ચે અનેક પરિવારો દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યા કે રસની સાઈડ ઈફેક્ટ થઈ છે... AstraZeneca રસી લીધા પછી મૃત્યુ, લોહી ગંઠાઈ જવા અને અન્ય ગંભીર સમસ્યાઓના કારણે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘણા પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે રસીના કારણે ગંભીર આડઅસર થઈ છે.


આ વ્યક્તિએ કર્યો હતો કેસ 

આ મામલે મળતી માહિતી અનુસાર, મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટ્રેઝેનેકા સામે પહેલો કેસ જેમી સ્કોટ નામના વ્યક્તિએ નોંધાવ્યો હતો. એપ્રિલ 2021માં એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી તેમને મગજની કાયમી ઈજા થઈ હતી. રસી લીધા પછી તે કામ કરી શક્યો નહીં. જેમીની હાલત ખરાબ થવા લાગી.. જેમીને ટીટીએસ નામની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ. આ બિમારીને કારણે દિમાગમાં લોહીની ગાંઠો પડી શકે છે... ત્યારે આને લઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો.. જે દરમિયાન કંપની દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે વેક્સિનની સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે...  


કોર્ટમાં કંપનીએ રિપોર્ટ રજૂ કર્યો... 

રિપોર્ટ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ કોર્ટમાં દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેની કોવિડ રસી કેટલાક કેસોમાં TTSનું કારણ બની શકે છે. યુકે હાઈકોર્ટમાં કંપની વિરુદ્ધ 51 કેસ નોંધાયેલા છે. આની પહેલા મે 2023 માં, એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તે સામાન્ય રીતે રસીને કારણે TTS થવાની સંભાવનાને સ્વીકારતું નથી. જો કે, હવે કંપની કહી રહી છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં આવું થઈ શકે છે. અને તેને ખબર નથી કે આવું કેમ થયું. કંપનીનું એમ પણ કહેવું છે કે ટીટીએસ રસી વિના પણ થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, કોવિડ-19 વેક્સિનના કારણે લોહીની ગાંઠો જામવા જેવી સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે છે. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે આવા સાઈડ ઇફેક્ટ્સના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે.  



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.