અટલ બિહારી વાજપેયી પર બનનારી બાયોપિક 'મેં અટલ હું'નું મોશન પોસ્ટર રિલીઝ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-25 13:13:58

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. અટલ બિહારી વાજપેયી પ્રભાવશાળી નેતાઓમાંથી એક છે. જન્મદિવસ પર અનેક લોકો અટલજીને યાદ કરી રહ્યા છે. આ અવસર પર અટલજી પર બની રહેલી ફિલ્મ 'મેં અટલ હું'નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અટલજીનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોસ્ટર રિલીઝ કર્યું છે.

  

મોશન પોસ્ટર રિલીઝ કર્યું 

અટલ બિહારી વાજપેયી એક એવા નેતા હતા જેમને બીજી પાર્ટીના નેતાઓ પણ સન્માનની દ્રષ્ટ્રિએ જોવે છે. એવું માનવામાં આવે છે કે અટલ બિહારી વાજપેયીના કોઈ પણ શત્રુ ન હતા. વાજપેયીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અટલજી પર બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અટલજીના જન્મદિવસે અભિનેતાએ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રવિ જાધવ આ ફિલ્મનું દિગ્દર્શન  કરી રહ્યા છે.



2023માં રિલીઝ થશે ફિલ્મ 

મોશન પોસ્ટર શેર કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું કે અટલજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારા વ્યક્તિત્વ પર કામ કરવું જરૂરી બન્યું છે. હું ઉર્જા અને મનોબળનૈ આધારે મારી નવી ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ. અટલ બિહારી વાજપૈયીની બાયોપિક મેં અટલ હું ડિસેમ્બર 2023માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ રાજકીય જીવનને રજૂ કરશે. રાજનેતા હોવાની સાથે સાથે તેઓ ઉચ્ચકોટીના કવિ, લોકપ્રિય નેતા હતા. આ ફિલ્મ પુસ્તક 'ધ અનટોલ્ડ વાજપૈયી: પોલિટિક્સ એન્ડ પેરાડોક્સ' પર આધારીત છે.                  




કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.