અવધેશ રાય હત્યા કેસમાં માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ; કોર્ટે 32 વર્ષ બાદ ફટકારી સજા


  • Published By :
  • Published Date : 2023-06-05 15:56:29

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી મુખ્તાર અન્સારીને વારાણસીની MP/MLA કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તે ઉપરાંત ડોન મુખ્તાર અન્સારીને કોર્ટે એક લાખથી વધુનો દંડ પણ લગાવ્યો છે. વારાણસીની MP/MLA કોર્ટના સ્પેશિયલ જજ અવનીશ ગૌતમે 32 વર્ષ જુના અવધેશ રાય હત્યા કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે. આજે સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો હતો. પૂર્વાચલમાં તમામ લોકોની નજર કોર્ટ પર હતી કે અદાલત મુખ્તાર અંસારીને શું સજા સંભળાવે છે.  


કોર્ટની બહાર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસમાં તેને અવધેશ રાય હત્યા કેસમાં પહેલીવાર આજીવન કેદની સજા થઈ છે. કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને સિવિલ કોર્ટ સંકુલ તેમજ નવ માળની બિલ્ડીંગ સ્થિત કોર્ટ રૂમની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીમાં અજય રાયના ઘરની બહાર અવધેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અજય રાયે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જોકે, 5 આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના મોત થયા છે. કોર્ટનો નિર્ણય આવતા પહેલા અજય રાયે કહ્યું કે, "તેમની 32 વર્ષની રાહ આજે પૂરી થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે." દરમિયાન, નિર્ણયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે