નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવવાના કેસમાં આઝમ ખાનને દોષિત જાહેર કરાયા


  • Published By :
  • Published Date : 2022-10-27 15:04:01

ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ મામલામાં દોષી જાહેર કરી દીધા છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. વર્ષ 2019માં ચૂંટણી દરમિયાન આઝમ ખાને મિલક તાલુકામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું જેમાં કોર્ટે તેમને દોષી જાહેર કર્યા છે. 

2019માં શું ઘટના થઈ હતી?

7 એપ્રિલ 2019માં રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા અને બહુજન સમાજ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર મોહમ્મદ આઝમ ખાને પોતીની ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન રામપુરના અધિકારીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. સમગ્ર મામલે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચના વીડિયો ટીમના ઈન્ચાર્જે ફરિયાદ દાખલ કરી હતી જે મામલે સુનાવણી કરવામાં આવશે. આઝમ ખાન સામે ચૂંટણી દરમિયાન ભડકાઉં ભાષણ અને નફરત ફેલાવવા જેવા ગુના નોંધવામાં આવ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે