બાબા બાગેશ્વરે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું કર્યું સમર્થન, હિંદુ બહેનોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-21 17:25:52

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પટણાથી મધ્યપ્રદેશ પરત આવી ગયા છે. અહીં આવતા જ તેમનું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. બાબા બાગેશ્વરે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે ફિલ્મને સત્ય ઘટના પર આધારીત જણાવી અને કહ્યું કે આ દેશની વર્તમાન સ્થિતી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બાબા બાગેશ્વર આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. 


ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે શું કહ્યું? 

 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બૉલિવૂડ ફિલ્મ " ધ કેરાલા સ્ટોરી"ને લઈને મોટું નિવેદન આપ્યું છે.' ધ કેરાલા સ્ટોરી' પર બાબા બાગેશ્વરે જણાવ્યું કે, આ એક સત્યઘટના પર આધારિત સ્ટોરી છે. આજ દેશની વર્તમાન પરિસ્થિતિ છે અને આપણે હિંદુઓ સૂઈ રહ્યાં છીએ. લોકો સમજી નથી રહ્યા અને મને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો આપો છો. મારી વાતો ભડકાઉ નથી, પરંતુ હિન્દુઓને જગાડવા માટે છે. જે થયું છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તમામ હિન્દુઓનું આ દુર્ભાગ્ય છે કે, જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને શિક્ષણ નહીં આપીએ કે, સનાતન ધર્મ શું છે, હિન્દુ શું છે? ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે. આ ફિલ્મથી સમજી જવું જોઈએ કે, આપણે જાગવુ પડશે. ખાસ કરીને આપણી બહેનોએ તો સમજી જવું જોઈએ. બાબાએ વધુમાં જણાવ્યું કે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ જ્ઞાન આપે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં સ્વધર્મમાં મરવું સારૂં છે. આથી બીજા ધર્મના વ્યક્તિ પર એટલો જ ભરોસો કરવો જોઈએ, જેટલો દરિયામાં નાંખેલા સિક્કા પર આપણે કરીએ છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે