બાળ હાથી મરી ગયું, માતા તેને જગાડવા માટે કરી રહી છે પ્રયાસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવુક કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 11:29:35

પોતાના સંતાનને ગુમાવાનું દર્દ માતા માટે સૌથી વધારે દુખ દાયક હોય છે એ પછી માનવી હોય કે પ્રાણી. માતાને એ માનવામાં જ ઘણો સમય જતો હોય કે તેના સંતાનનું મોત થઈ ગયું છે. ઘણો સમય લાગે છે માતાને એ માનવામાં કે તેનું સંતાન તેને છોડીને દુનિયાથી જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ભાવુક કરી દેશે. વીડિયોમાં માદા હાથી પોતાના મૃત બચ્ચાને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. જાનવર હોય કે પછી મનુષ્ય સંતાનને ગુમાવવાનું દુખ માતા માટે સરખું હોય છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી. દુનિયા કરતા માતા સાથે બાળકનો સંબંધ 9 મહિના પહેલાનો હોય છે. જ્યારે ઈજા બાળકને પહોંચતી હોય છે તો તેના કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં માદા હાથીનો પોતાના સંતાન માટેનો પ્રેમ દેખાઈ આવે છે. વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે આસામનો હોવાનું માનવામાં આવી રહ્યો છે. 


પોતાના બાળકને જીવિત કરવા માતા કરી રહી છે પ્રયાસ!

એક વન અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાથીનું બચ્ચુ ત્રણ દિવસ પહેલા પોતાના પરિવારથી અલગ થઈ ગયું હતું. હાથીઓની વિશેષતા છે કે પોતાના એક એક સદસ્યને સાથે લઈને ચાલે, ખાસ કરીને પોતાના બચ્ચાઓને. જ્યારે કોઈ હાથી ખોવાઈ જાય તો તેને શોધવા હાથીઓ નીકળે છે. ત્યારે આ બચ્ચાને શોધવા પણ હાથી નીકળ્યા હતા. હાથીઓએ ગુમ થયેલા બાળ હાથીને શોધી લીધો હતો પરંતુ ત્યાં સુધી તેની મોત થઈ ગઈ હતી.


પ્રયાસ અસફળ થતાં રડી પડી માદા હાથી! 

બાળક હાથીનું મોત થઈ ગયું છે તે બાળ હાથીની માતા સ્વીકારવા તૈયાર ન હતી. પોતાના બાળ હાથીને છોડવા તે તૈયાર ન હતી. બાળક ફરી જીવિત થાય તે આશાથી તે તેને જગાડતી રહી. સૂંઢથી તેને જગાડવાની કોશિશ એ આશાથી કે તે જીવિત થઈ જાય પરંતુ ગયેલો જીવ ક્યારેય પાછા નથી આવતા. વીડિયો જે સામે આવ્યો છે તેમાં હાથીના શવને પાણી પાસે રાખ્યો છે અને માદા હાથી તેને ઉઠાડવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના પ્રયાસ અસફળ થતા દેખાતા માદા હાથી રડી  પડી. જેટલો ઈમોશનલ વીડિયો છે કે તેટલા જ ઈમોશનલ કમેન્ટસ પણ આવી રહ્યા છે.      

       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે