અંબાણી પરિવારમાં નાના મહેમાનનું થયું આગમન, મોટી વહુ શ્લોકાએ દીકરીને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-31 19:43:11

અંબાણી પરિવારમાં ફરી એક વખત બાળકની કિકિયારી સાંભળવા મળી છે. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીએ દીકરીને જન્મ આપ્યો છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બન્યા છે. આ વખતે તેમના ઘરે એક દિકરી જન્મી છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. બાળકીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.


મુકેશ અને નીતા અંબાણી ફરી એકવાર દાદા-દાદી બન્યા


મુકેશ અંબાણીના વિશાળ નિવાસસ્થાન એન્ટેલિયામાં ખુશીઓની લહેર વ્યાપી ગઈ  છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ફરી એકવાર દાદા-દાદી બની ગયા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. તે બીજી વખત માતા બની છે. શ્લોકા મહેતાએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે.  


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા 


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત પુત્ર પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. 2020માં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. પૌત્રના જન્મ પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ વખતે પણ કંઈક આવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર ટૂંક સમયમાં તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.


શ્લોકાની બીજી પ્રેગ્નન્સીનો અણસાર આવી ગયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે શ્લોકાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અંબાણી પરિવારે કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં શ્લોકા મહેતા સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. બંને કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીમાં મીડિયાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યાં શ્લોકા મહેતાએ સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો.


9 માર્ચ 2019ના રોજ થયા હતા લગ્ન 


આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ ધામધૂમથી થયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં બોલિવૂડથી લઈને દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે