Banaskantha : 17 વર્ષીય યુવાનને આવ્યો Heart Attack, ક્રિકેટ રમતા રમતા યુવાને દુનિયાથી લીધી ચીર વિદાય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-18 13:21:42

આપણે કહેતા હોઈએ છીએ કે જીવન અને મરણ આપણાં હાથમાં નથી. ગમે ત્યારે માણસ અંતિમ શ્વાસ લઈ લે છે તેવી જાણ નથી થતી. આપણે ભવિષ્યની ચિંતા કરતા હોઈએ છીએ પરંતુ આવનાર ક્ષણમાં આપણી સાથે શું થશે તેની જાણકારી નથી હોતી. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા ત્યારે વધુ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત થઈ ગયું છે. 

Kutch News: 10th standard student suffered a heart attack during the ongoing exam Heart Attack: કચ્છમાં ધો. 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક 

હાર્ટ એટેક.... આ શબ્દ છેલ્લા થોડા મહિનાઓથી સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા મહિનામાં હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનું મોત શાળામાં થઈ ગયું, એની પહેલા પણ મોરબીમાં એક મહિલાને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને આવે છે પરંતુ કોરોના બાદ તો આ પરિસ્થિતિ એકદમ બદલાઈ છે. નાની ઉંમરના લોકો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે.   

Banaskantha News: seventeen year old boy got heart attack during play cricket in dhanera Heart Attack: વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, ધાનેરામાં 17 વર્ષીય યુવાન ક્રિકેટ રમતાં-રમતાં ઢળી પડ્યો

17 વર્ષીય વિપુલ બન્યો કાળનો કોળિયો 

આજે પણ હાર્ટ એટેકનો કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષીય આશાવાદ યુવાનને કાળ ભરખી ગયો છે.  વિપુલ સોલંકી ક્રિકેટ રમી રહ્યો હતો તેને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો. સારવાર અર્થે હોસ્પિચલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ગયું. નાની ઉંમરના વિપુલની અચાનક વિદાયથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આ શબ્દ પ્રતિદિન સાંભળવા મળી રહ્યા છે.

surat-news-cpr-training-giving-to-teachers-in-new-civil-hospital-243480


શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆર ટ્રેનિંગ

શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ બચી શકતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતના લાખો શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે તમે પણ તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો..    



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.