ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ; ખાલિસ્તાન સમર્થકોએ દિવાલ તોડી, ગેટ પર ધ્વજ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 10:52:25

ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ શુક્રવારે સવારે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. આ સાથે મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લટકતો હતો.


BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ 


ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલે રિપોર્ટ આપ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. શુક્રવારે જ્યારે મંદિરના પૂજારીઓ પૂજા કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે મંદિરની દીવાલ તૂટેલી હતી. આ સાથે જ ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ લટકતો જોવા મળ્યો હતો.


BAPSએ હુમલાને વખોડ્યો 


મળતા રિપોર્ટ મુજબ મંદિરની દિવાલો પર વિનાશ અને નફરતના આઘાતજનક સૂત્રો લખવામાં આવ્યા છે.જ્યારે, BAPSએ હુમલાની નિંદા કરી હતી. "અમે આ બર્બરતા અને નફરતના કૃત્યોથી દુઃખી અને આઘાત અનુભવીએ છીએ," BAPSએ એક નિવેદનમાં કહ્યું. અમે શાંતિ અને સદભાવ માટે અમારી પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં આ ઘટના વિશે વધુ વિગતો આપીશું.


જાન્યુઆરીમાં પણ હુમલો થયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. 12 જાન્યુઆરીની સવારે, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર, મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.  તે ઉપરાંત મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિરની દીવાલો પર લખેલા સ્લોગનમાં ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી જર્નૈલ સિંહ ભિંડરાનવાલેને 'શહીદ' ગણાવ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.