BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે દિલ્હી યુનિ.માં હોબાળો, પોલીસે સ્ક્રીનિંગ અટકાવી વિદ્યાર્થીઓની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-27 19:36:17

BBCની ડોક્યુમેન્ટરીને લઈ દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતા દેશની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેનું સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. જેમ કે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BBCની ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. જો કે યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ પોલીસને પહેલેથી જ જાણ કરી દેતા પોલીસે આ સ્ક્રિનિંગ થવા દીધુ ન હતું.  પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.


DU આર્ટ ફેકલ્ટીમાં સ્ક્રિનિંગ પર વિવાદ


બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ જેએનયુ અને જામિયાથી આગળ વધીને દિલ્હી યુનિવર્સિટીમાં પણ પહોંચી ગયો છે. NSUI કેરળ દ્વારા આર્ટ ફેકલ્ટીમાં આજે સ્ક્રિનિંગના માટે સાંજે વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તેનું આયોજન થઈ શક્યું નથી. કોઈ વિવાદ ન થાય તે માટે ગેટની બહાર પોલીસ  તૈનાત કરી દીધી છે. પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. 


DU પ્રોક્ટરે લખ્યો પત્ર 


દિલ્હી યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ દિલ્હી પોલીસને આ ડોક્યુમેન્ટરીનાં સ્ક્રિનિંગ અંગે પત્ર લખ્યો હતો. અબ્બીએ જાણ કરતા પોલીસ સક્રિય બની હતી.24 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજાયા બાદ દેશની તમામ યુનિવર્સિટીમાં તેનું સ્ક્રિનિંગ યોજવામાં આવી રહ્યું છે. મોદી સરકાર પણ પ્રતિબંધ ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર બતાવવામાં ન આવે તે માટે ખાસ પગલા લઈ રહી છે. સરકાર ટ્વીટર ,યુ ટ્યુબ સહિતના માધ્યમો પરથી આ ડોક્યુમેન્ટરી હટાવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે