BCCIની મોટી જાહેરાત, રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે યથાવત, કોચિંગ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર નહીં


  • Published By :
  • Published Date : 2023-11-29 16:47:11

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જાહેરાત કરી છે કે રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. આ સાથે જ BCCIએ કોટ મામલે થઈ રહેસી તમામ અટકળો નો અંત લાવી દીધો છે. BCCIએ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વધારી દીધો છે. તે જ પ્રકારે કોચીંગ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો મતલબ એ છે કે ટીમ ઈન્ડિયાના કોચ મુદ્દે યથાસ્થિતી જળવાઈ રહી છે. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ, વિક્રમ રાઠોર બેટીંગ કોચ, પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચ અને ટી દિલીપ ફિલ્ડીંગ કોચ પર યથાવત રહેશે.


સર્વસંમત્તીથી નિર્ણય


BCCIએ જણાવ્યું છે કે વિશ્વ કપનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થતા રાહુલ દ્રવિડના મુદ્દે સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં રાહુલ દ્રવિડના કાર્યકાળને આગળ વધારવા માટે સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડે ટીમ ઈન્ડિયાને તૈયાર કરવામાં રાહુલ દ્રવિડે આપેલા યોગદાનની પણ પ્રસંશા કરી હતી. તે જ પ્રકારે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સેવા આપતા સ્ટેન્ડ ઈન કોચ વીવીએસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી છે. 


રાહુલ દ્રવિડે શું કહ્યું?


ટીમ ઈન્ડિયાના કોચ તરીકે  ફરી નિમણૂક થતાં રાહુલ દ્રવિડે કહ્યું કે " ટીમ ઈન્ડિયા સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે, અમે સાથે રહીને ઉતાર-ચઢાવ જોયા છે અને આ સમગ્ર યાત્રા દરમિયાન ટીમની અંદર સમર્થન અને સૌહાર્દ રહ્યું છે. અમે ડ્રેસિંગ રૂમમાં જે સંસ્કૃતિ સ્થાપિત કરી છે, તેના પર મને ગર્વ છે, અમારી પાસે જે કુશળતા અને પ્રતિભા છે તે અભૂતપૂર્વ છે, હું બીસીસીઆઈ અને તેના પદાધિકારીઓએ મારા પર જે ભરોસો રાખ્યો, મારા દ્રષ્ટિકોણનું સમર્થન કરવા અને આ દરમિયાન સમર્થન પ્રદાન કરવા માટે આભાર વ્યક્ત કરૂ છું"    


જય શાહે પણ દ્રવિડની કરી પ્રશંસા


બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ દ્રવિડની પ્રશંસા કરતા કહ્યું કે "મે તેમની નિમણૂક કરાઈ તે સમયે ઉલ્લેખ કર્યો હતો કે મુખ્ય કોચની જવાબદારી સંભાળવા માટે દ્રવિડથી વધુ શ્રેષ્ઠ વ્યક્તિ બીજુ કોઈ નથી. અને તેમના પ્રદર્શનથી તે સાબિત પણ કરી દીધું છે. ટીમ ઈન્ડિયા હવે તમામ પ્રારૂપમાં એક મજબુત ટીમ છે. ત્રણે પ્રારૂપોમાં આપણી શ્રેષ્ઠ રેન્કિંગ સીધા તેના દ્રષ્ટિકોણ, માર્ગદર્શન અને ટીમ માટે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડમેપને દર્શાવે છે. ટીમના વિકાસ માટે યોગ્ય પ્લેટફોર્મ તૈયાર કરવા માટે મુખ્ય કોચ પ્રશંસાને પાત્ર છે. મુખ્ય કોચને અમારૂ સંપુર્ણ સમર્થન મળતું રહેશે, અને અમે તેમને આંતરરાષ્ટ્રિય સ્તરે નિરંતર સફળતા માટે જરૂરી તમામ સહાયતા આપતા રહીશું."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.