સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગઈ કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.
પાકિસ્તાન કે જેણે ભારતના ઓપરેશન સિંદૂર પછી આપણી પર ગઈકાલે રાત્રે એટેક કરવાનું દુઃસાહસ કર્યું છે. પાકિસ્તાને ભારતના અવંતિપુરા , શ્રીનગર , જમ્મુ , પઠાનકોટ , અમૃતસર , કપૂરથલા , જલંધર , લુધિયાણા , આદમપુર , ભટિંડા , ચંદીગઢ , નળ , ફલોડી , ઉત્તરલાઈ , ભુજમાં હુમલો કર્યો હતો . આ હુમલો પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા કર્યો હતો. પરંતુ આ સમગ્ર હુમલો ભારતે ઇંટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી નાખ્યો છે. આ ડિફેન્સ સિસ્ટમ એટલે એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ. જેનું બીજું નામ સુદર્શન ચક્ર છે. આ એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ આપણે રશિયા પાસેથી ખરીદી છે તેની કિંમત અંદાજે ૩૫૦૦૦ કરોડ રૂપિયા છે. ભારત પાસે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ૪ સ્ક્વોડરન ભારત પાકિસ્તાન સરહદે તૈનાત છે. પઠાણકોટની સિસ્ટમથી જમ્મુ કાશ્મીર અને પંજાબની રક્ષા થાય છે. બીજી સિસ્ટમો ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા કરે છે.
વાત એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમની તો તે રશિયાની અલ્માઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે એક વસ્તુ સાફ છે કે ભારત અને રશિયા કુદરતી મિત્રો છે. વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાન પાસે HQ 9 ડિફેન્સ સિસ્ટમ છે . જે સંપૂર્ણપણે ભારતના ડ્રોન્સ અને મિસાઈલની સામે નિષ્ફળ રહ્યા છે. આમ પાકિસ્તાનને ચાઈનીઝ માલ ભારે પડ્યો છે. જયારે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ફરી એકવાર પુરવાર કરી છે. ભારતે જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં એસ ૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ આપણને થાળ સિસ્ટમ આપવાની વાત કરી હતી પરંતુ આપણે એસ ૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે.