આજથી ભારત જોડો યાત્રાનો બીજો પડાવ શરૂ, યોગીના ગઢમાં પહોંચી કોંગ્રેસની યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:31:39

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિરામ બાદ આજે ફરીથી શરૂ થઈ ગઈ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી ભારત જોડો યાત્રાએ દિલ્લીમાં વિરામ બાદ ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા એએસ દુલત દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.


ભારત જોડો યાત્રામાં જોડાયા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ગાજિયાબાદના લોનીમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઈમેજને નુકસાન કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ રાહુલ ગાંધીએ તમામ આક્ષેપોનો સામનો કર્યો છે. ભારતના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. 

Priyanka to join Rahul's Yatra in UP - Daijiworld.com

"મારા ભાઈને દેશનો કોઈ ઉદ્યોગપતિ નહીં ખરીદી શકે"

પ્રિયંકા ગાંધીએ દેશના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓએ દેશના બધા નેતાને ખરીદી લીધા છે પણ મારા ભાઈને નથી ખરીદી શક્યા, કે નહીં ખરીદી શકે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રાના સ્વાગત સાથે તેમના ભાઈ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા કે મને મારા ભાઈ પર ગર્વ છે.  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાગપતથી થઈને માવીકલાં, સિસાના અને સરુસપુર જશે. 5 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. હરિયાણામાં પહોંચ્યા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના વિસ્તારોમાંથી પસાર થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે