Bhavnagar : Parshottam Rupala પર જેનીબેન ઠુમ્મરના પ્રહાર! તો Shaktisinh Gohilએ કર્યા Geniben અને Jennyben ઠુમ્મરના વખાણ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-21 15:38:57

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ હતી. રાજકોટ લોકસભા બેઠક સૌથી વધારે ચર્ચામાં રહી કારણ કે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો. તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠક તેમજ અમરેલી લોકસભા બેઠક ચર્ચામાં રહી.. બંને ઉમેદવારો દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય હતો. ત્યારે ગેનીબેન અને જેનીબેન ઠુમ્મરને લઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. બંને મહિલા ઉમેદવારના તેમણે વખાણ કર્યા હતા.. તેમણે કહ્યું કે આ બે બેન તો સુપરસ્ટાર છે...

ભાવનગરમાં યોજાયો કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે પરંતુ ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનો પૂરૂ થવાનું નામ નથી લઈ રહ્યા.. આ વખતની લોકસભામાં અનેક બેઠકો એવી હતી જ્યાં  મહિલાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો જ્યારે અમરેલીમાં જેનીબેન ઠુમ્મરે માહોલ બનાવ્યો હતો. આ બધા વચ્ચે ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે...  

શું કહ્યું જેનીબેન ઠુમ્મરે? 

જેનીબેન ઠુમ્મરે ભાષણ આપતી વખતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આટલી મોટી ચૂંટણી લડવાનો તક મને જીવનમાં પ્રથમ વખત, આટલી નાની વયે લોકસભાની ચૂંટણી લડવી, એમાં અનેક અનુભવો થવા, કારણ કે સમય, આ વખતની ચૂંટણી લડવાનો ખરેખર ખુબ કપરો હતો.. પોતાનો અનુભવ તેમણે શેર કર્યો હતો.. પોતાના ભાષણ દરમિયાન તેમણે પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો. માનનીય પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના મુખે મા સરસ્વતી બિરાજમાન હતી જે કેટલાય સમયથી કોપાય માન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું.  


પીએમ મોદી વિશે જેનીબેને કરી આ વાત. 

તે સિવાય જેની ઠુંમરે પોતાના નિવેદનમાં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ થોડા સમય પહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો કોંગ્રેસ અને સપા સત્તા પર આવી જશે તો તે રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે.. તે સિવાય પીએમ મોદીએ આપેલા નિવેદનોની તેમણે વાત કરી હતી. 


જેનીબેન અને ગેનીબેનના શક્તિસિંહ ગોહિલે કર્યા વખાણ

ભાવનગર આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જેનીબેન અને ગેનીબેનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની આ ચૂંટણીમાં મહિલા સન્માન મોટું કરી દીધું છે. શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જાહેર મંચ ઉપરથી કહ્યું કે આ ચૂંટણી હીરો આધારિત નહીં પણ હીરોઈન આધારિત રહી છે. ગુજરાતમાં જ્યાં કોઈ ઉમેદવાર પુરુષના નામ લેવાતા નહોતા તે દરેક જગ્યા પર જેનીબેન અને ગેનીબેનના નામ લેવાતા હતા.. મહત્વનું છે કે મહિલા ઉમેદવાર દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવી દેવાયો હતો અને આ માહોલ પરિણામમાં ફેરવાય છે કે નહીં તે ચોથી જૂને ખબર પડશે.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.