ભાવનગર - મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના સ્નાતકના બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ અને.... જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-06-22 13:59:38

જે વિદ્યાર્થીઓ કોલેજ રેગ્યુલર નથી જઈ શકતા તે external student તરીકે અભ્યાસ કરે છે. રેગ્યુલર અને બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અનુસ્નાતક માટે એક જ હોય છે... ભણવાનું ના બગડે તે માટે external student તરીકે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. પરંતુ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીથી એક મામલો સામે આવ્યો છે જેમાં સ્નાતકના external student તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સવાલ છે કે ત્રીજા વર્ષની પરીક્ષા બાકી હોવા છતાં અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. 



અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.. 

સ્નાતકની પરીક્ષા પૂર્ણ થયા પછી, પરિણામ આવ્યા બાદ અનુસ્તાનકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હોય છે. પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ જતી હોય છે પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીથી એક સમાચાર સામે આવ્યા કે સ્નાતકના બાહ્ય અભ્યાસક્રમના ત્રીજા વર્ષની પરીક્ષા બાકી હોવા છતાં અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. એક તરફ  external વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ અને બીજી તરફ અનુસ્નાતક માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી.. 


વિદ્યાર્થીઓનું માનવું છે કે...  

સ્નાતક પરીક્ષા આપી રહેલા  external વિદ્યાર્થીઓનો સવાલ છે કે ત્રીજા વર્ષની તો પરીક્ષા જ નથી લેવાઈ, પરીક્ષા ક્યારે લેવાશે તે અંગેની માહિતી પણ સામે આવી નથી પરંતુ તે પહેલા અનુસ્નાતક માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.. પરીક્ષા લેવાયાના અનેક દિવસો બાદ પરિણામ આવે છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે જ્યાં સુધી પરિણામ આવશે ત્યાં સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હશે. તો તેમનું એક વર્ષ બગડશે.. 


વેબસાઈટમાં નથી મૂકવામાં આવી માહિતી 

વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે પરીક્ષાની તારીખને લઈ, કોલ લેટરને લઈ વેબસાઈટ પર કશું મુકવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓને મળેલી અંદરની માહિતી એવું કહે છે કે ૭/૭/૨૦૨૪ પછી ત્રીજા વર્ષેની પરીક્ષા લેવાશે. તો બાહ્ય અભ્યાસક્રમના ત્રીજા વર્ષેની પરીક્ષા ક્યારે લેવાશે અને તેનાં અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશની પ્રક્રિયા કેવી રીતે અને ક્યારે થશે?



જો પરીક્ષા નહીં લેવાય તો... 

એવી પણ માહિતી સામે આવી છે કે અનુસ્તાનકનો છેલ્લો તબક્કો પ્રવેશ માટેનો 14 જૂને હતો, તે તારીખ જતી રહી છે. અંદરની માહિતી વિદ્યાર્થીઓને કહી રહી છે કે અનુસ્તાનકનો છેલ્લા તબક્કો પ્રવેશ માટેનો 24 તારીખ છેલ્લી છે. હજારો external studentsનો પ્રશ્ન છે કે પરીક્ષા ના લેવાઈ હોવાને કારણે તેમને અનુસ્નાતકમાં પ્રવશે નહીં મળે.. જ્યારે પરિણામ આવશે પરીક્ષાનું ત્યારે પ્રવેશ પ્રક્રિયા નહીં ચાલતી હોય.. 


વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે તે માટે... 

આ માત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સમસ્યા નથી પરંતુ અને અન્ય યુનિવર્સિટીઓમાં આ જ પ્રોબ્લેમ છે તેવી વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વર્ષે સરકારી યુનિવર્સિટીઓની સ્નાતક અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયા એક જ રીતે અને ઓનલાઇન અરજી કરવાથી થશે.  ત્યારે વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નોનો જવાબ જલ્દી મળે તેવી આશા કારણ કે જવાબ ના મળવાથી અનેક વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડી જતું હોય છે..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.