ભીડનું ફર્સ્ટ લૂક ટીઝર થયું રિલીઝ, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જોવા મળશે મુખ્યભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-03-03 16:33:16

થોડા વર્ષો પહેલા કોરોના મહામારીને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગચું હતું. લોકડાઉન સમયે મજૂરો રાજ્યો છોડી પોતાના વતન પાછા ફરી રહ્યા હતા. કેમ કે તેમની પાસે ન હતા પૈસા ન હતું જમાવાનું. આ વાતો પર આધારિત એક ફિલ્મ આવી રહી છે જેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વાત કરી રહ્યા છીએ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડની. આ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મની તુલના દેશના ભાગલા પડ્યા તે સમય સાથે કરી છે.

 


24 માર્ચના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર શેર કરવામાં આવ્યું છે. રાજકુમારે કેપ્શન સાથે ટીઝરને રિલીઝ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે હમ કહાની બતા રહે હૈ ઉસ વક્ત કી જબ બટવારા દેશ મેં નહીં, સમાજ મેં હુઆ થા. ભીડ અંધકાર સમયની વાર્તા- બ્લેક એન્ડ વ્હાઈટમાં. આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝરમાં મોનોક્રોમ ટોન છે અને રેલ્વે ટ્રેક અને બસ સ્ટોપ પર ભીડ કરતા લોકોના સ્નેપશોટ છે. વોઈસઓવરમાં કહેવામાં આવી રહ્યું છે કે આપણે સ્કીન પર જે સ્નેપશોર્ટ જોઈ રહ્યા છીએ તે 1947ના ભારતના ભાગલાના નથી, તે 2020ના છે જ્યારે કોરોના વાયરલ કેસો વધતા રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. જેને કારણે હજારો લોકો ફસાયા હતા.        


ફિલ્મના અનેક ભાગ જોવા મળી શકે છે બ્લેક એન્ડ વ્હાઈટમાં 

આ ફિલ્મમાં બીજો કયા પાત્રો છે અને તેને કોણ ભજવી રહ્યા છે તે સ્પષ્ટ થયું નથી. ફિલ્મને લઈ જણાવવામાં આવ્યું હતું કે ભીડ એ સૌથી ખતરનાક સમયની વાર્તા છે જેણે માનવતા માટે બધું બદલી નાખ્યું. ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ બતાવવાનો હતો કે કેવી રીતે ભારતના લોકડાઉન દરમિયાન સામાજિક અસમાનતાના દ્રશ્યો 1947ના ભારતના ભાગલા દરમિયાન લોકો જેમાંથી પસાર થયા હતા તેના જેવા જ હતા. આ વાર્તા એવા લોકોની છે જેમનું જીવન ક્ષણભરમાં બદલાઈ ગયું અને જ્યારે દેશની અંદર સરહદ ખેંચાઈ ત્યારે તેમના જીવનમાંથી રંગ ઉડી ગયો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે