શિવરાત્રી પહેલા પણ નથી શાંત થયો ભીમાશંકર જ્યોતિર્લિંગનો વિવાદ, આસામ સરકારના વિજ્ઞાપનને કારણે થયો હતો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-17 14:02:06

ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે તેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આસામ સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા બતાવામાં આવેલી એક વિજ્ઞાપનને કારણે વિવાદ સર્જાયો છે.  ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગ એવા ભીમાશંકરને આસામ રાજ્યમાં બતાવાતા આ વાતે વિવાદનું રૂપ ધારણ કર્યું છે. આ વિજ્ઞાપનને લઈ મહારાષ્ટ્રમાં વિવાદ સર્જાયો છે. આ વિજ્ઞાપનની મહારાષ્ટ્રના નેતાઓ ટીકા કરી રહ્યા છે.    

Assam ad on Jyotirlinga ignites Maha controversy- The New Indian Express


જ્યોતિર્લિંગને લઈ સતત વધતો વિવાદ  

મહાશિવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગને લઈ શરૂ થયેલો વિવાદ વકરી રહ્યો છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યનું છે તે અંગે વિવાદ શરૂ થયો હતો. આસામ સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટે એક વિજ્ઞાપનમાં ભીમાશંકર જ્યોતિર્લિંગને આસામ રાજ્યનું બતાવ્યું હતું. આસામ ટૂરિઝમે સરતચૂકથી આ જ્યોતિર્લિંગને પોતાના રાજ્યનું બતાવ્યું. જો આ અંગેની સ્પષ્ટતાએ વખતે જ કરવામાં આવી હોત તો આ વિવાદ ન સર્જાયો હોત. પરંતુ આ મુદ્દાએ મહારાષ્ટ્રમાં મોટું રૂપ ધારણ કર્યું છે. 


વિપક્ષે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

જાહેરખબરમાં આસામના ટૂરિઝમ વિભાગે પ્રવાસીઓને શિવરાત્રી ઉજવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભીમાશંકર સુધી કેવી રીતે પહોંચવું તે અંગે નકશો બતાવામાં આવ્યો હતો. આ વાતને લઈ આસામ સરકાર અને મહારાષ્ટ્રના વિપક્ષના પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એનસીપી અને શિવસેનાએ આ વિજ્ઞાપનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે અને પક્ષોનું કહેવું છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેમાં છે તો આસામ સરકાર કેવી રીતે આ પ્રકારની જાહેરાત છાપી શકે. ભાજપ સરકારે પહેલા અમારા તમામ વિકાસના પ્રોજેક્ટ કર્ણાટકને આપી દીધા હતા, હવે અમારા ભગવાન પણ અમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.