ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી BJPને મોટો ઝટકો? કઈ પાર્ટીને કેટલું મળ્યું છે ફંડ, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:50:40

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. 


વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું


ભારતીય જનતા પાર્ટી (BJP)ને વર્ષ 2022-23માં કુલ 720 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, તેમાં પણ એવા દાનવીરો અઢળક છે જેમણે 20 હજાર રૂપિયાથી ઓછી રકમનું દાન આપ્યું હોય. BJPને વર્ષ 2021-22ની તુલનામાં 22-23માં 17.1 ટકા વધુ ફંડ મળ્યું છે. કોંગ્રેસને 2022-23માં કુલ 79.9 કરોડનું ફંડ મળ્યું હતું. જે વર્ષ 21-22ની તુલનામાં તેને 16.2 ટકા ઓછું ફંડ મળ્યું હતું. વર્ષ 21-22માં કોંગ્રેસને 95.4 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. વિવિધ રાજકીય પક્ષોએ 2022-23માં જે ફંડ અંગે ચૂંટણી પંચને જાણકારી આપી હતી તે મુજબ બિજેપીને 719.8 કરોડ રૂપિયા મળ્યા હતા. ભગવા પાર્ટીને વર્ષ 2021-22માં 614.5 કરોડ રૂપિયા મળ્યા હતા. પ્રૂડેન્ટ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે બિજેપીને 254.7 કરોડ રૂપિયા આપ્યા હતા. તે સિવાય ઈજીગાર્ટિંગ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે પાર્ટીને 8 લાખ રૂપિયા ફંડ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ ફંડ દ્વારા મળનારા ફંડ અંગે જાણકારી આપવી તે પાર્ટી માટે જરૂરી નથી. 


કોંગ્રેસને મળતું ફંડ ઘટ્યું


કોંગ્રેસને વર્ષ 2022-23માં મળેલા ચૂંટણી ફંડમાં લગભગ 15 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કોંગ્રેસને માત્ર 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને મળેલું ફંડ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને મળેલા 154 કરોડના ફંડ કરતા પણ ઓછું હતું. તે ઉપરાંત BRSએ ચૂંટણી બોન્ડ દ્વારા 529 કરોડ રૂપિયા ફંડ તરીકે મળ્યા છે. આમ આદમી પાર્ટીને કુલ 37.1 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. જે 21-22ની તુલનામાં 2.9 ટકા ઓછું છે. વર્ષ 21-22માં આપને 38.2 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. તે જ પ્રકારે CPMને વર્ષ 2022-23માં ફંડમાં 40 ટકા ઘટાડો થયો હતો. તેને માત્ર 10 કરોડ રૂપિયા જેટલું ફંડ મળ્યું હતું. તે જ રીતે 22-23માં પાર્ટીને માત્ર 6 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ રૂપે મળ્યા હતા.   


ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી છે BJP


ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી બિજેપી છે. વર્ષ 2017-2022ના સમયગાળામાં ભાજપને ચૂંટણી ફંડ સ્વરૂપે  5,271.97 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ કુલ ચૂંટણી ફંડના લગભગ 57 ટકા જેટલું થાય છે. આ સમયગાળામાં કોંગ્રેસને 952.29 કરોડનું ફંડ મળ્યું હતું. જે કુલ ફંડનું માત્ર 10 ટકા જ છે. નાણાકિય વર્ષ 2022-23માં બિજેપીને ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા 1300 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું હતું. આ સમયગાળામાં 171 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, એટલે કે ભાજપને ઈલેક્ટ્રોરલ બોન્ડથી કોંગ્રેસની તુલનામાં લગભગ સાત ગણું વધુનું ગુપ્ત ફંડ મળ્યું હતુ. વર્ષ 2017-18 અને 18-19માં રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ 2,760.20 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી  1,660.89 કરોડ રૂપિયા એટલે કે 60.17% એકલા ભાજપને જ મળ્યું હતું. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.