એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ફેરફાર! જાણો કેટલા રુપિયાનો કરાયો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો!


  • Published By :
  • Published Date : 2023-05-01 09:40:57

હંમેશા સમાચારોમાં ભાવ વધારાની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આજે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડાની વાત કરવી છે. અનેક રાજ્યોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે એલીપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 171.50 રુપિયા સસ્તો થયો છે. 171.50 રુપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.


કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને બજેટમાં મોટો ફટકો પડતો હોય છે. ત્યારે ભાવ વધારાની બદલીમાં ભાવ ઘટાડવાના સમાચાર સામે આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. 171.50 રુપિયાનો ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડા થયા બાદના નવા ભાવ ગેસ કંપનીઓ તરફથી અપલોડ કરવામાં આવ્યા છે. જેને લઈ મુંબઈમાં કોમર્શિયસ સિલિન્ડરની કિંમત 1808.50 રુપિયાની આસપાસ થઈ હતી. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1960.50 રુપિયા થઈ છે. અને ચેન્નઈમાં ગેસ સિલિન્ડર માટે 2021.50 રુપિયા ચૂકવવા પડશે. 


માર્ચ મહિનામાં થયો હતો ભાવ વધારો! 

મહત્વનું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં  આવ્યા છે. થોડા મહિના પહેલા પણ ભાવમાં ઘટાડો થયો હતો. તે વખતે 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલા માર્ચ મહિના દરમિયાન ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં પેટ્રોલિયમ અને ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રુપિયાનો વધારો કર્યો હતો.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.