કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! જાણો કર્ણાટકની જનતાને ભાજપે શું કર્યા છે વાયદા!


  • Published By :
  • Published Date : 2023-05-01 12:43:21

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બેંગ્લોર ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કર્યો છે જેને પ્રજા ધ્વનિ નામ તરીકે ઓળખવામાં આવશે. ઘોષણા પત્રમાં ભાજપ દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા છે. ઘોષણા પત્રમાં બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

 


કર્ણાટક માટે ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! 

10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી હાથ ધરાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ઘોષણા પત્રનું નામ પ્રજા ધ્વનિ નામ આપ્યું છે. જે.પીનડ્ડાએ ઘોષણા પત્રને જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત બીપીએલ પરિવારને ત્રણ સિલિન્ડર મફત આપવામાં આવશે. ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રુપિયા આપવામાં આવશે. તે સિવાય દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર બનાવવાનો પ્લાન છે. 


પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કરી મહત્વની જાહેરાત!      

મહત્વનું છે કે કર્ણાટકમાં પ્રચાર માટે પાર્ટીઓના સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં થોડા દિવસ પહેલા જનસભા કરી હતી અને તે દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં રેલી કરી હતી. જે દરમિયાન પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે