ભાજપ ખેડૂતોને રિઝવવા માટે શરૂ કરશે અભિયાન, 1 કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય


  • Published By :
  • Published Date : 2023-02-05 18:30:57

વર્ષ 2023માં દેશમાં 8 રાજ્યો વિધાનસભાની અને 2024ની લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીઓનેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. તો, ભાજપ બજેટની જાહેરાતોના વ્યાપક પ્રચાર માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે.


ભાજપનો માસ્ટર પ્લાન


કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે થયેલી જાહેરાતોનો પ્રચાર  દેશભરમાં કરવા માટે ભાજપ 24 ફેબ્રુઆરીથી દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. વર્ષભર ચાલનારી ઝુંબેશમાં એક લાખ ગામડાઓમાં પદયાત્રા કરીને એક કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. બીજેપી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે 'બજેટમાં સરકારે ઓર્ગેનિક ખેતી અને શ્રીઅન્ન (મોટા અનાજ) પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટની જાહેરાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે 6થી 12 ફેબ્રુઆરી સુધી દેશભરમાં કિસાન ચૌપાલ યોજાશે.'


કાર્યકરોને ખાસ ટ્રેનિંગ


ખેડૂતલક્ષી જાહેરાતોનો પ્રયાર સોશિયલ મિડીયા પર પણ સારી રીતે થાય તે માટે ભાજપ તેના કાર્યકરોને ખાસ ટ્રેનિંગ પણ આપશે. 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કિસાન મોરચા, સોશિયલ મીડિયા અને પ્રાકૃતિક ખેતી સંબંધિત ટીમની ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યોમાં પણ ટ્રેનિંગ પૂરી થયા પછી એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવશે. કિસાન સન્માન નિધિના ચાર વર્ષ પૂરા થવા પર 24 ફેબ્રુઆરીએ તમામ જિલ્લાઓમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવશે. નદીના કિનારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સાથે જોડવા માટે અભિયાન ચલાવવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે