સાબરકાંઠામાં વિવાદ વધતા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું! સાબરકાંઠાના પ્રવાસે Harsh Sanghvi..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 16:13:48

ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક ડખો શાંત થતો નથી અને બીજો ડખો શરૂ થઈ રહ્યો છે આજકાલ.. લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું લાગે છે. ખુલ્લીને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે જેના ઉદાહરણો આપણી સામે છે. સાબરકાંઠામાં ચાલી રહેલા વિરોધને શાંત કરવા ભાજપે કવાયત શરૂ કરી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહરાજ્ય મંત્રી સાબરકાંઠાના પ્રવાસે છે. 



ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની પાડી દીધી ના!

ભાજપ દ્વારા જ્યારથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ કકળાટ શરૂ થયો, સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી. તે બાદ નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. નવા ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ ભડકો વધારે ઉગ્ર બન્યો. પહેલા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા શરૂ થયા અને તે બાદ ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.  


ઉમેદવાર બદલાતા સમર્થકોએ કર્યો વિરોધ! 

અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા. સમર્થકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં  કાર્યકર્તાઓએ ખેસ નીચે ફેંકી દીધા હતા. સમર્થકોની માગ હતી કે ભીખાજી ઠાકોરને ફરીથી ટિકીટ આપવામાં આવે. સાબરકાંઠામાં શરૂ થયેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. 


હર્ષ સંઘવી પહોંચ્યા સાબરકાંઠા ડેમેજ કંટ્રોલ કરવા!

ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હર્ષ સંઘવી આજે સાબરકાંઠાની મુલાકાતે ગયા છે. મળતી માહિતી અનુસાર બેઠકનું  આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં સી.આર.પાટીલ પણ સાબરકાંઠાનો પ્રવાસ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.  


ભાજપમાં ઉઠી રહ્યા છે વિરોધના સૂર!  

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા આવા ડખાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે જોવા નથી મળતા. ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે, આવા દ્રશ્યો અનેક વખત કોંગ્રેસથી સામે આવતા હોય છે પરંતુ હવે આવી વાતો, આવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીથી સામે આવી રહ્યા છે. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.