Parshottam Rupala વિવાદને શાંત કરવા ભાજપની કવાયત? ક્ષત્રિય નેતાઓને Delhiનું આવ્યું તેડુ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-08 11:27:48

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે... અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થયા પછી વિરોધનો સામનો જાણે ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે.  બે બેઠકો પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે, તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે... ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્ષત્રિય નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું છે.. કોને કોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે નામ નથી સામે આવ્યા પરંતુ આ માહિતી હાલ સામે આવી રહી છે...  

ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડીખમ!  

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.. ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી, તે ઉપરાંત સી.આર.પાટીલે પણ માફી બે હાથ જોડી માફી માગી હતી. વિવાદને શાંત કરવા બેઠકનું આયોજન પણ થયું આ વિવાદ શાંત થવાને બદલે દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે... ગઈકાલે મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા હતા..



ભાજપના નેતાઓએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરી હતી બેઠક  

આ વિવાદ શાંત થાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા.ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના  નેતાઓએ મીટિંગ કરી હતી. એ વખતે એવું લાગતું હતું કે આ બેઠક બાદ વિવાદનો અંત કદાચ આવી શકે છે પરંતુ આ વિવાદ શાંત ના થયો. ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. તે વખતે પણ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ  હતા. એવી માહિતી સામે આવી હતી કે ગઈકાલે પણ આ વિવાદને લઈ ભાજપના નેતાઓ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 



ક્ષત્રિય નેતાઓને આવ્યું દિલ્હીથી તેડું?

ગાંધીનગરમાં થયેલી મેરેથોન બેઠક બાદ દિલ્હીમાં પણ આ અંગે મીટિંગ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યું છે. કોને કોને બોલાવવામાં આવ્યા છે તેની માહિતી હજી સુધી સામે નથી આવી પરંતુ એટલી માહિતી સામે આવી છે કે ભાજપના ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે...ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ક્ષત્રિય નેતાઓ સાથે સામાજીક આગેવાનો પણ દિલ્હી જઈ શકે છે. આ માત્ર હાલ એક અનુમાન છે..!  



દિલ્હીમાં આ વિવાદ અંગે થશે ચર્ચા?

ગાંધીનગરમાં મેરેથોન બેઠકો બાદ દિલ્હીમાં બેઠકો કરવામાં આવશે અને આ વિવાદને શાંત કરવા માટે વિચારણા કરવામાં આવશે તેવી સંભાવનાઓ છે. ગાંધીનગરમાં પણ ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આઈ.કે જાડેજા સહિતના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આજે ભાજપના ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોને કોને બોલાવામાં આવ્યા છે તે સસ્પેન્સ છે... આ અંગે જે પણ અપડેટ સામે આવશે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું...    

    



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .