કયો બોલિવુડ સ્ટાર લે છે સૌથી વધુ ફી, સલમાન, શાહરૂખ, અક્ષય અને આમિરની નેટવર્થ કેટલી છે?


  • Published By :
  • Published Date : 2023-02-03 16:35:36

ભારતમાં હિન્દી ફિલ્મો વર્ષોથી મનોરંજનનું સૌથી મોટું અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. બોલિવુડ કલાકારો અભૂતપૂર્વ લોકચાહના ધરાવે છે. દેશમાં ફિલ્મ માત્ર એન્ટરટેંઈમેન્ટ માટે જ નહીં પણ એન્ફોટેંમેન્ટ માટે જોવામાં આવે છે. પરંતું તમને ખબર છે કે તમારા પ્રિય કલાકારો કેટલી કમાણી કરે છે? બોલીવુડ કલાકારોની તોતિંગ આવક જાણવી રસપ્રદ બની રહેશે. 

શાહરૂખ ખાન


બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા આ લોકપ્રિય અભિનેતા તેમની ફિલ્મમાં અભિનય કરવા માટે ફિ ઉપરાંત 60 ટકા જેટલો નફો પણ લે છે. જેમ કે તાજેતરમાં જ રિલિઝ થયેલી પઠાણ ફિલ્મ માટે શાહરૂખ ખાને 120 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લીધો હતો.  શાહરૂખ ખાનની કુલ આવક 6295.01 કરોડ રૂપિયા જેટલી છે. તે હોલિવુડના જાણીતા અભિનેતા ટોમ ક્રૂઝ, જ્યોર્જ  ક્લૂની, રોબર્ટ ડિ નીરોથી પણ વધુ ફિ વસૂલે છે.


અક્ષય કુમાર


એક્શન હિરો તરીકે જાણીતો અક્ષય કુમાર પણ ખુબ જ મોંઘો અભિનેતા છે. તેણે ફિલ્મ રામ સેતુ માટે 50 કરોડની ફિ લીધી છે. તે ઉપરાંત આગામી ફિલ્મ છોટે મિયાં માટે લગભગ 135 કરોડ રૂપિયા ચાર્જ લેશે. વર્ષ 2022ના અંત સુધી તેની સંપત્તી 2660 રૂપિયા આંકવામાં આવી હતી. 


સલમાન ખાન 


રોમેન્ટિક કલાકાર સલમાન ખાન પણ દેશનો હાઈ-પેઈડ એક્ટર છે. વર્ષ 2016માં આવેલી તેની ફિલ્મ સુલતાન માટે તેણે 100 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વર્ષ 2017માં તેણે ટાઈગર ઝિંદા હૈ માટે એક્ટિંગ ફિ તરીકે 130 કરોડ પણ લીધી છે.  યશરાજ બેનર સાથે તેણે પ્રોફિટ શેયરિંગ ડીલ કરી હતી. તે અંતર્ગત તેને ફિલ્મની કુલ કમાણીના 60થી 70 ટકા જેટલો હિસ્સો મળ્યો હતો. ટાઈગર ઝિંદા હૈ બાદ સલમાનની તમામ ફિલ્મો તેના હોમ પ્રોડક્સનથી રિલિઝ થઈ છે. જેનો મતલબ એ છે કે તે પોતાની એક્ટિંગ ફિ ઉપરાંત તમામ સેટેલાઈટ અને ડિઝિટલ રેવન્યુ પણ ઘરભેગી કરે છે. 


આમિર ખાન 


આમિર ખાન પોતાની ફિલ્મો માટે લગભગ 100થી 150 કરોડ રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે. એટલું જ નહીં તે ફિલ્મના નફાનો 70 ટકા હિસ્સો પણ પોતાના ઘરે લઈ જાય છે. બોલિવુડમાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આ અભિનેતા ખુબ જ ઓછી અને ગણતરી ફિલ્મોમા જ કામ કરે છે. જો કે તેની ફિલ્મો સફળતાની ગેરન્ટી મનાય છે. જો કે તાજેતરમાં જ રિલિઝ થયેલી લાલાલિંહ ચઢ્ઢા ફ્લોપ સાબિત થઈ હતી.


રણવીર સિંહ


દેશનો યુવા સ્ટાર રણવીર સિંહ તેની ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા વસૂલે છે. FPJની એક રિપોર્ટ અનુસાર, અભિનેતાને '83' માટે 13 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે હવે ફિલ્મની સફળતા માટે તેણે પોતાની તેની ફી વધારી દીધી છે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.