IPLમાં જીત બદલ બોલિવુડ સેલિબ્રિટીએ પાઠવ્યા ટીમને અભિનંદન! કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામના


  • Published By :
  • Published Date : 2023-05-30 11:14:50

IPLની ફાઈનલ મેચ ચેન્નઈ સુપરકિંગ ટીમ જીતી ગઈ છે. દરેક જગ્યાઓ પર હાલ મેચની તેમજ શાનદાર ઈનિંગની જ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સને હરાવી ચેન્નઈ સુપરકિંગ ચેમ્પિયન બની છે. મેચ 28મેના રોજ અમદાવાદમાં યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ 29મેના રોજ યોજાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ મારી ટ્રોફી ચેન્નઈ સુપરકિંગના નામે થઈ ગઈ હતી. પાંચમી વખત સીએસકે ચેમ્પિયન બન્યું છે. રવિન્દ્ર જાડેજાના વખાણ થઈ રહ્યા છે. CSKની જીત બાદ ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર હાલ આઈપીએલ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

 


આ લોકોએ ટીમને જીત બદલ પાઠવ્યા અભિનંદન!

CSKની જીત બાદ અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધોનીએ રવિન્દ્ર જાડેજાને ગળે લગાવી લીધો હતો. તે સિવાય રિવાબા પણ ભાવુક થતાં દેખાયા હતા. CSKની જીત બાદ રણવીર સિંહે, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન સહિતના અભિનેતાઓએ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તો સારા અલી ખાન અને વિક્કી કૌશલ તો મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. સીએસકેની જીત બાદ બંને ઉત્સાહિત જોવા મળ્યા હતા. કાર્તિક આર્યને ચેન્નઈ સુપરકિંગ્સના જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી. તે સિવાય અભિષેક બચ્ચને પણ અભિનંદન પાઠવ્યા હતા. અથિયા શેઠ્ઠીએ પણ જીત બાદ સ્ટોરી મૂકી આનંદ વ્યક્ત કર્યો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.