બોલિવુડની એવી ફિલ્મો જેને લઈ છેડાઈ શકે છે વિવાદ, જાણો વિવાદિત ફિલ્મોની લિસ્ટમાં કઈ ફિલ્મોનો થઈ શકે છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-07-05 10:43:55

બોલિવુડની અનેક એવી ફિલ્મો છે જેને લઈ કાંતો રિલીઝ પહેલા વિવાદ છેડાયો છે અથવા તો ફિલ્મ રીલીજ થાય તે બાદ વિવાદ છેડાયો છે. અનેક એવી ફિલ્મો આવી છે જેની સાથે જાણે વિવાદો જોડાઈ જ ગયા હોય. તાજેતરનું જ ઉદાહરણ છે આદિપુરુષ ફિલ્મ અનેક એવી ફિલ્મો આવી રહી છે જે વિવાદો ઉભા કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં એવી અનેક ફિલ્મો છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. અનેક એવી ફિલ્મો છે જેનો વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોય અથવા તો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આવનાર દિવસોમાં એવી અનેક ફિલ્મો છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. 

Image

હુરેં ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર સામે થઈ ફરિયાદ

પહેલી ફિલ્મની વાત કરીએ તો એ છે 72 હુરેં. આંતકવાદ પર આધારિત 72  હુરેં નામની ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સામે મુંબઇના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.. મુંબઇના એક સામાજીક કાર્યકર્તા છે સૈયદ આરિફઅલી મહેમૂદ અલી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.. આ  FIRમાં તેમણે દાવો કર્યો છે કે આ ફિલ્મમાં મુસ્લિમ સમુદાયના લોકોની ખોટી છબિ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.. 72  હુરેં ફિલ્મના ડાયરેક્ટર છે સંજય પુરણ સિંહ અને તેના પ્રોડ્યુસર છે અશોક પંડિત આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવાની માગ આ સામાજીક કાર્યકર્તાએ કરી છે. 


થોડા સમય ફિલ્મનું ટ્રેલર થયું હતું રિલીઝ 

હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે કઇ રીતે મુસ્લિમ યુવાનો કટ્ટરપંથીઓના સંપર્કમાં આવે છે, તેમને ભડકાવીને આતંકવાદ તરફ ધકેલવામાં આવે છે.. એવો દાવો પણ કરવામાં  આવ્યો છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. એક્ટર્સ પવન મલ્હોત્રા અને આમિર બશીર આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે. 7 જુલાઇએ આ ફિલ્મ રિલીઝ થવાની છે .. આ પહેલા ધ કેરાલા સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ નામની 2 ફિલ્મો આવી હતી. જે આતંકવાદ પર આધારિત હતી અને વિવાદોમાં પણ ફસાઇ હતી..  હજુ આગળ પણ બોલીવુડમાં બીજી અનેક ફિલ્મો રિલીઝ  થવાની છે જે આવતાવેંત જ વિવાદો ઉભા કરે તેવી શક્યતાઓ છે.. જોઇએ આ કઇ ફિલ્મો છે


આવી રહી છે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી

બીજી ફિલ્મ છે કંગના રનૌતની ઇમરજન્સી, આ ફિલ્મ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર બનેલી છે જેમાં કંગના રનૌતે  ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે..દેશના ઇતિહાસમાં ‘ઇમરજન્સી’ એક એવો સમયગાળો છે, જે હંમેશા વિવાદમાં રહ્યો છે. આ ફિલ્મમાં ઇમરજન્સીનો સમયગાળો બતાવવામાં આવ્યો છે 24 નવેમ્બરે રિલીઝ થશે. 

નિર્માતા વિપુલ શાહ અને નિર્દેશક સુદીપ્તો સેને જાહેરાત કરી, પોસ્ટર પર લખેલું  છુપાયેલું સત્ય તોફાન લાવશે | Producer Vipul Shah and director Sudipto Sen  announced, The ...

બસ્તર ફિલ્મને લઈને પણ થઈ શકે છે વિવાદ 

ત્રીજી ફિલ્મ છે બસ્તર. ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જે મેકર્સે બનાવી હતી તેઓ બસ્તર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.. આ ફિલ્મ છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલવાદીઓએ સીઆરપીએફ જવાનો પર કરેલા હુમલાને દર્શાવશે. દાંતેવાડાના ચિતલનેર ગામમાં આતંકવાદીઓના સૌથી મોટા જીવલેણ હુમલામાં 76 સીઆરપીએફ સૈનિક અને 8 ગ્રામજનોના મોત થયા હતા.

The Vaccine War (2023) - IMDb

કોરોના વેક્સિન અંગે પણ બનવાની છે ફિલ્મ 

કેરાલા સ્ટોરીની જેમ ધ કાશ્મીર ફાઇલ્સના મેકર્સ પણ એક ફિલ્મને લઇને આવી રહ્યા છે.. અને આ ફિલ્મ કોરોના વેક્સીન પર આધારિત છે જેનું ટાઇટલ છે‘ધ વેક્સિન વોર’ તેમાં કોરોના વેક્સિનની રસી શોધવાની કહાણીને હાઇલાઇટ કરવામાં આવી છે.  આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે, જે હંમેશા તેમના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે.

OMG 2 - Wikipedia

OMG-2ને લઈ પણ છેડાઈ શકે છે વિવાદ 

ચોથી ફિલ્મ છે અક્ષય કુમારની ઓહ માય ગોડ ફિલ્મ. ઓહ માય ગોડ ફિલ્મનો પ્રથમ ભાગ પણ વિવાદોમાં હતો અને હવે અક્ષયકુમાર આ ફિલ્મની સિક્વલ લઇને આવી રહ્યા છે. અને લોકો કહી રહ્યા છે કે આ વખતે ભગવાન શિવ બનીને લાગણીઓને ઠેસ પહોંચાડશે. અક્ષય કુમાર પછી રણદીપ હુડ્ડા સાવરકર લઇને આવી રહ્યા છે.. તેઓ તેમાં અભિનયની સાથે સાથે દિગ્દર્શન પણ કરી રહ્યા છે આ ફિલ્મમાં વિવાદ કઇ રીતે ઉભો થશે જે જણાવવાની આમ તો જરૂર નથી કેમકે ફિલ્મનું નામ જ પૂરતું છે. સાવરકર. 

Godhra Film Release Date: गोधरा कांड पर बनी फिल्म का टीजर देखा? क्या ये भी  Propaganda Movie है? | Godhra Film Release Date: Seen the teaser of the film  made on Godhra

ગુજરાતમાં થયેલા રમખાણો પર બનેલી ફિલ્મ થવાની છે રિલીઝ 

ગુજરાતના 2002ના કોમી રમખાણો પર પણ એક ફિલ્મ આવી રહી છે.. ગોધરા તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.. આ ફિલ્મના ટાઇટલ પછી એક ટેગલાઇન આવે છે ગોધરા-અકસ્માત કે ષડયંત્ર. ગોધરા વિવાદ તો હંમેશાથી એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે અને તેની ટેગ લાઇને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી