Bombay High Court: યુવતીનો હાથ પકડી પ્રપોઝ કરવું તે છેડતી નથી, યુવકને આપી મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-28 15:55:46

બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે કોઈ યુવતીનો હાથ પકડીને પ્રેમનો ઈજહાર કરવો તે છેડતી નથી. હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કરતા આ ટિપ્પણી કરી છે. બોંમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં જસ્ટીસ ભારતી ડાંગરની સિંગલ બેંચે તેમના આદેશમાં કહ્યું કે પિડીતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આરોપીનો તે યુવતીના ઉત્પીડનનો કોઈ ઈરાદો નહોતો. આ સ્થિતીમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યો છે.


સમગ્ર મામલો શું છે?


વર્ષ 2022માં એક સગીરાના પિતાએ ઓટો ચાલક ધનરાજ બાબુ સિંહ રાઠૌર પર તેમની પુત્રીનું ઉત્પીડન કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે સગીરા તેની ઓટોના બદલે બીજી ઓટોથી કોલેજ અને ટ્યુશન જવા લાગી હતી. જો કે ધનરાજે તેનો પીછો કર્યો હતો અને નવેમ્બર 2022માં આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પ્રપોઝ કર્યું હતું. જો કે સગીરા તેનો ઈન્કાર કરીને જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી. બાદમાં તે યુવક પર યૌન ઉત્પિડનનો કેસ થયો હતો. જો કે હાઈકોર્ટે આજે તે યુવકને રાહત આપવાની સાથે તે યુવતીને ફરીથી હેરાન નહીં  કરવાની પણ ચેતવણી આપી છે.



રાજકોચ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે પરંતુ ક્ષત્રિય સમાજને લઈ તેમણે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજની માગ છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઈ રહી છે જેમાં પરષોત્તમ રૂપાલાના ચહેરાને બગાડી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. આચારસંહિતા ભંગ કોંગ્રેસે ફરિયાદ કરી છે અને જે બાદ શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે....

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે આવતીકાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ નોંધાવાના છે. વિવાદને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. આ વિવાદનો સુખદ અંત આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જ્યારે આપણે નાના બાળકને જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય છે.. બાળપણના દિવસોની યાદ આવી જાય છે જીવનમાં મસ્તીના સિવાય કંઈ ના હતું..! એવું થાય કે આપણે પાછા એ દિવસોમાં જતા રહીએ.