Bhavnagarમાં બુટલેગરે આપી BJPના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-02 16:18:41

રાજ્યમાં દારૂબંધી કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ પણ આપણી સામે વારંવાર આવી રહ્યા છે. આજે દારૂબંધીના કાયદાની નહીં પરંતુ બુટલેગરોની વાત કરવી છે. બુટલેગરો બેફામ બન્યા છે જેનું ઉદાહરણ ભાવનગરથી સામે આવ્યું છે. ભાવનગરમાં બુટલેગરે ભાજપની મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોર્પોરેટરના ઘર પર આવીને બુટલેગરો કોર્પોરેટરને તેમજ તેમના પતિને ધમકાવી રહ્યા છે.     

Bootleggers torture in Bhavnagar, threaten to kill BJP's female corporator Bhavnagar News: ભાવનગરમાં બુટલેગરો બેફામ, ભાજપની જ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની આપી ધમકી

ભાવનગરમાં બુટલેગર બેફામ બન્યા!

બુટલેગરોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. દારૂબંધી કાયદાને લઈ તેમને કેટલો ડર છે એ તો જાણીએ જ છીએ પરંતુ હવે તો ઘરમાં આવીને બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકી આપી રહ્યા છે. આનું તાજુ ઉદાહરણ છે ભાવનગર. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મીલની ચાલીની નજીક રહેતા અને વડવા બ વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોહિલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને એ પણ તેમના ઘરે. 

મહિલા કોર્પોરેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી 

જાનથી મારી નાખવાની ધમકી મળતા આ અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. ગૃહમંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે. સેજલબેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તેમણે તેમને મળતી ધમકીનો ઉલ્લેખ પણ કર્યો હતો. મહિલા કોર્પોરેટરને ધમકી મળી રહી હતી કે તમે ભાજપનું આટલું કામ ન કરો બાકી અમે તમને હેરાન કરીશું.  


ભાજપની મહિલા કોર્પોરેટર જ સુરક્ષિત નથી!

પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આવી ઘટનાઓ સામે આવતા એક પ્રશ્ન થાય કે જો બુટલેગરો ભાજપના મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી શકતા હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે? મહિલાઓની સુરક્ષા પર પણ અનેક ગંભીર સવાલો ઉભા થાય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે