ઈન્સ્ટામાં ફોલોઅર્સ ન વધ્યાં તો યુવકે પી લીધું ઝેર ને પછી..


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 08:23:42

આજના સમયમાં કોઈક જ એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ્લિકેશન ન હોય. દૂર રહેતા સ્વજન-મિત્રના સંપર્કમાં રહેવાના હેતુ સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે પણ દૂર રહેતી વ્યક્તિથી ભલે નીકટના સંબંધો હોય કે નહીં પણ હવે તો ઘરના સદસ્યો સાથે જીવંત સંબંધ પણ નથી જોવા મળતો. ઉલટાનું પરિવારના વ્યક્તિઓ વચ્ચે પણ એક અદ્રશ્ય દિવાલ જોવા મળે છે. એટલે સોશિયલ મીડિયા બેધારી તલવારની જેમ જ ચાલે છે. એમાંય યુવાનો પર તો ખાસ.સોશિયલ મીડિયામાં ફોલોવર્સ ન વધવાના કારણે કોઈ જીવ ગુમાવે ખરા. નહીં પણ આવું થયું છે સુરતમાં. સોશિયલ મીડિયાના રવાડે ચડેલા યુવાનો માટે જિંદગી તો જાણે રમત બની ગઇ છે. યુવાનો સોશિયલ મીડિયાને જ જિંદગી માની બેઠા છે. સોશિયલ મીડિયાના વળગણને કારણે અનેક યુવાનો જિંદગીથી હાથ ધોઇ બેસે છે. એવી જ એક ઘટના સુરત કુંડીયાણા ગામમાં બની છે. જ્યાં 21 વર્ષીય પ્રતીક પટેલ નામના યુવકે ફેમસ થવાના ચક્કરમાં આપઘાત કરી લીધો છે. સોશિયલ મીડિયાનો કોન્ટેન્ટ ક્રિએટર પ્રતિક રિલ્સ બનાવવાનો શોખીન હતો. જો કે ફોલોઅર્સ ન વધતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ઓલપાડ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે. સુરત PIએ તમામ યુવકોને સોશિયલ મીડિયાને લઈ સલાહ આપી છે કે, ''માત્ર રિલ્સ બનાવીને જ સફળ થવાય તે જરૂરી નથી, ફેમસ થવા માટે બીજા ઘણા રસ્તા છે અને સારું ભણીને કે રમતમાં સારું પ્રદર્શન કરીને પ્રસિદ્ધિ મેળવી શકાય.

આપને એ જણાવી દઉં કે પ્રતિકના 7 હજાર કરતા વધારે ફોલોઅર્સ હતા. ગુરુવારે પ્રતિકે તેના ઘર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંતિમ પગલું ભર્યું. એક રાહદારીએ તેને જમીન પર પડેલો જોયો ને તેના પરિવાર અને ગામના લોકોએ જાણ કરી પરિજનોને પણ શુક્રવારે તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસે તેનું સોશિયલ મીડિયા ફંફોળ્યુંતો ખ્યાલ આવ્યો કે પ્રતિકે 376 રીલ્સ બનાવી હતી. અને 7923 ફોલોઅર્સ હતા. પોતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર વોર્ડ બોય તરીકે કામ કરતો હતો.. પરિવારના સભ્યોએ કહ્યું કે એનું ધ્યાન સતત ફોલોઅર્સ પર જ હતું.. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો.

પ્રતિક પટેલના ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો તેના પિતા ઇશ્વરભાઈ જમુભાઈ પટેલ એક રિક્ષા ચાલક છે.  પ્રતિક વિશે એવું કહેવાતું હતું કે તે એક પ્રતિભાશાળી યુવાન હતો, જેણે જિલ્લા અને તાલુકા કક્ષાની ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલ જીત્યા હતા. તે રોજ ફિટનેસ સેન્ટરમાં જતો અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ હોય અને તે એક સુપરસ્ટાર બને. જોકે, તેના 7,923 ફોલોઅર્સ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ઓછા લાગતા હતા, જેના કારણે તે લાંબા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. આ હતાશાએ અને એના કારણે આ આત્યાંતિક પગલું ભર્યું.સોશિયલ મીડિયાની લત લોકોને કઈ દિશામાં લઈ જાય છે તેનો અંદાજ જ નથી લગાવી શકાતો. આ થાય છે શું કામ તો ડિજિટલ જનરેશનનો સૌથી મોટો ડર એ છે કે તેઓ કોઈપણ માહિતીથી પાછળ ન રહી જાય. વ્હોટ્સએપથી થોડા સમય માટેનું અંતર તેમને ડરાવે છે. તેમને લાગે છે કે તેઓ કંઈપણ ચૂકી ન જાય. એને FOMO એટલે કે 'ફીયર ઓફ મિસિંગ આઉટ' કહેવામાં આવે છે. એ એક પ્રકારનો ફોબિયા છે. આ સ્થિતિમાં હંમેશાં નવું જોવા માટે આંગળીઓ ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર પર ફરે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હજારો ફોલોઅર્સ જોઈને ઘણા લોકો ખુશ છે. YouTubeએ સિલ્વર બટન આપ્યું, રીલ્સે રેકોર્ડ બનાવ્યા. એવું લાગે છે કે આપણી સામાજિક મૂડી, સપોર્ટ સિસ્ટમ વધી છે, નેટવર્ક મજબૂત બન્યું છે, પરંતુ આ સિસ્ટમ જરૂર પડ્યે મદદ કરવા આગળ આવતી નથી. છતાંય સોશિયલ મીડિયાની ઘેલછા યુવકોને બરબાદ કરી રહી છે તે એ લોકો સમજતા જ નથી. એટલે સવાલ એ થાય કે શું ફોલોઅર્સ વધવા જિંદગી કરતા પણ વધુ મહત્વના?. સોશિયલ મીડિયા જીવનનો ભાગ છે જીવન નહીં, આ ક્યારે સમજશે યુવાનો ?સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરી રહ્યું છે, તે સમજવું કેમ અઘરું ?. અવળું પગલું ભરતા પહેલા યુવાનો કેમ નથી કરતા પરિવારની ચિંતા?. ફેમસ થવાની ઘેલછા હજુ કેટલાના લેશે જીવ?



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .