કેનેડા જવાનું સપનું જોતા યુવાનો પહેલા આ વાયરલ વીડિયો ખાસ જુઓ, જાણો કેનેડાની હકીકત


  • Published By :
  • Published Date : 2023-08-02 22:03:41

ગુજરાતના લોકોને કેનેડામાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના યુવાનો સ્ટુડન્ટ વીઝા કે પછી વર્ક પરમીટ દ્વારા કેનેડા જવા માટે તલપાપડ રહેતા હોય છે. કેનેડામાં બધી મોજ જ મોજ છે  તેવી એક સમાન્ય માન્યતા ઘર કરી ગઈ છે જો કે તેવું હકીકતમાં છે નહીં. કેનેડામાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને નોકરીના ફાંફા પડી રહ્યા છે. હાલ સોશિયલ મિડીયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેનેડાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ એક સુપરમાર્કેટમાં નોકરી માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.


કેનેડાના બ્રેમ્પટન સીટીનો વીડિયો વાયરલ


કેનેડાના બ્રેમ્પટન સીટીમાં તાજેતરમાં લેવામાં આવેલી એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કારણ કે તેમાં સ્થાનિક  સુપરમાર્કેટમાં નોકરીમાં જોબ ફેરમાં નોકરી મેળવવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી. @BramaleaRd દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વિડિયોમાં નોકરી માટે લાઈન લગાવતા સેંકડો જોવા મળે છે. આ જોબ ફેરમાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તે જાણવા ઉત્સુકતા ધરાવતા હતા, તેમજ નોકરીવાંચ્છુંઓને કેટલાય કલાક રાહ જોવાની ફરજ પડી હતી.જેમાંથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ છે, બોવેર્ડ ડ્રાઈવ ઈસ્ટ અને માઉન્ટેનશ રોડ નજીકના ફોર્ટિનોસ સુપરમાર્કેટની બહાર લાઇન બતાવે છે કે કેનેડામાં કેટલી હદે બેકારી છે. બ્રેમ્પટન સીટી ઓન્ટારિયોના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં આવેલું કેનેડાનું શહેર છે.


સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો થયો


હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. કેનેડામાં નોકરીની અછત સર્જાતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ વીડિયોમાં યુવક-યુવતીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડામાં જોબ ફેરમાં યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગેલી છે. સુપરમાર્કેટમાં નોકરી મેળવવા માટે યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગેલી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્લિપને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં ઘણા ઉત્તરદાતાઓએ કેનેડામાં  વધતી બેરોજગારી, GTA માં રહેઠાણ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .