Breaking News : BCCIએ આખરે આ ખેલાડીઓ સાથેના કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કર્યો છે, આ કારણોસર કેન્સલ કરાયા કરાર


  • Published By :
  • Published Date : 2024-02-28 18:27:22

BCCI દ્વારા બુધવારે ખેલાડીઓની વાર્ષિક કરાર લિસ્ટની ઘોષણા કરી છે. વર્ષ 2023-24 માટે બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં બે ખેલાડીઓના નામને કેન્સલ કરવામાં આવ્યા છે. જેમના કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યા છે તે છે શ્રેયસ અય્યર અને ઈશાન કિસાન. બંને ખેલાડીઓએ રણજી મેચ નથી રમી જેને કારણે તેમના કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. બીસીસીઆઈએ યુવા ખેલાડીઓને મોકો પણ આપ્યો છે. રિંકુ સિંહ તેમજ શિવમ દુબે જેવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે.


ભારત દેશ માટે રમવું એ ગોરવની વાત છે...

બીસીસીઆઈએ વારંવાર ખેલાડીઓને ચેતવણી આપી હતી કે આઈપીએલની સામે ઘરેલુ ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવે, પણ જો કે આ ખેલાડીઓ સતત આ વાતને ઈગ્નોર કરીને માત્ર બહાનેબાજી કરી રહ્યા હતા, ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ એ દેશની વિશાળ આબાદીનું સપનું છે, ગલીમાં સવાર સાંજ ક્રિકેટ રમતા કોઈ પણ છોકરાને જઈને પુછો તો એનો જવાબ હંમેશા પહેલા કપિલ દેવ, પછી ધોની અને હમણાં કોહલી બનવાનો હોય, ક્રિકેટરને લોકો ના માત્ર સન્માન કે પ્રેમ આપે છે પણ બીસીસીઆઈ અઢળક રૂપિયા પણ આપે છે, આ જ લોકપ્રિયતાના દમ પર એમને લાખો કરોડોની જાહેરાતો પણ મળે છે, અચાનક જ એ લોકો સ્ટાર અને સેલિબ્રીટી બને છે, પણ મૂળ વાત ઘણીવાર ઘણા ક્રિકેટર્સ ભુલી જાય છે કે એ બધી જ લોકપ્રિયતાનો આધાર માત્ર એમની આવડત નહીં પણ ભારતની ટીમમાં રમવાનો એમને મળેલો ચાન્સ પણ છે.


ખૈર, મૂળ વાત પર પાછા આવીએ, રણજી એ કોઈ પણ ખેલાડી માટે એન્ટ્રી પોઈન્ટ બનતો હોય છે, શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને પણ રણજી રમવા માટે કહેવામાં આવ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જો કે બંનેએ ખોટા કારણો સામે ધર્યા હતા, ઈશાન કિશનને ઝારખંડમાં રણજી રમવાનું કહ્યું તો ભાગ ના લીધો અને વડોદરામાં કૃણાલ પંડ્યા સાથે આઈપીએલની પ્રેક્ટીસ કરતા જોવા મળ્યો, તો શ્રેયસ ઐયરને મુંબઈની આસામ સામેની મેચમાં હાજર રહેવાનું કહ્યું તો બેક ઈન્જરીનું કારણ ધરીને મુંબઈ ક્રિકેટ એસોસીએશન સમક્ષ સિલેક્શન સમયે હાજર ના થયો, પછીથી નેશનલ ક્રિકેટ એકેડમીએ બીસીસીઆઈને જાણ કરી કે શ્રેયસ ઐયર એકદમ ફીટ છે. 

Rahul Dravid: રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટની 'દિવાલ' બનાવનારા 5 મોટા  રેકોર્ડ, જેના વિશે તમે કેટલુ જાણો છો? - Gujarati News | Rahul Dravid 5 Big  Record that made him The Wall of


ટીમમાં રહેવા માટે પરફોર્મન્સ પણ ટકાવી રાખવું જરૂરી છે..

મુખ્ય કોચ રાહુલ દ્રવીડ પણ એ વારંવાર સ્પષ્ટ કરી ચુક્યા હતા કે દેશની ટીમમાં ટકી રહેવા માટે તમારે પર્ફોમન્સને પણ ટકાવી રાખવુ જરૂરી છે, જો કે ક્રિકેટર્સ મળે એનું સન્માન દરેક વખતે નથી કરી શકતા. આ વાત ખાલી ક્રિકેટર્સની જ નથી, દરેક ગ્લેમરસ દુનિયામાં આ ઉદાહરણો જોવા મળ્યા છે કે જે મળે છે એની કદર ઘણા બધા લોકો નથી કરી શકતા, ના એ સમજે છે કે જેટલું અઘરુ કશુંક મેળવવુ છે એટલું જ અઘરુ એને ટકાવી રાખવુ પણ,

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે