Breaking News : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચાર રાજ્યોના બદલ્યા પ્રદેશ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2023-07-04 17:17:59

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને બદલવામાં આવ્યા છે. જે અંતર્ગત પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી મંડળની બેઠક યોજી હતી જે પાંચેક કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોય શકે, જો કે રાજકીય પાર્ટીઓ બહુ પહેલાથી પોતાની પરીક્ષાની તૈયારીઓ એટલે કે ચૂંટણીની તૈયારીઓ કરતા હોય છે તો ભાજપે પણ તેવી જ રીતે આ નિર્ણય લીધો છે. 

નવા નિમણૂંક થયેલા અધ્યક્ષોના રાજકીય સફરની વાત કરીએ તો....

પંજાબની વાત કરીએ તો હમણા 2022માં જ પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકારી બનાવી છે. ભાજપે સુનિલ ઝાખડને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે પણ ત્યાં હાલ કોઈ મોટી ચૂંટણીઓ નથી. છે તો બસ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. બાકી સામાન્ય ચૂંટણીઓ 2019માં યોજાઈ હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પંજાબમાં 2018માં યોજાઈ હતી. પણ પંજાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવા પાછળનું કારણ છે ત્યાંના ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વિનિ કુમાર શર્મા પ્રદેશ પ્રમુખ તરીકે કથિત રીતે નિષ્ફળ રહ્યા છે. માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી સુનિલ ઝાખડ લીધા અને ત્યારે જ તેમને કથિત રીતે વચન આપવામાં આવ્યું હતું કે ભાજપમાં મોટું પદ આપવામાં આવસે અને એ પદ આજે મળી ગયું છે. સુનીલ જાખડને પંજાબના પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે. 


હવે વાત આંધ્રપ્રદેશની કરીએ. તો ત્યાં ડી પુરંદેશ્વરીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જૂન 2014માં આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીએ ત્યાં સરકાર બનાવી હતી. તેમની વચ્ચે અને તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ વચ્ચે ખરાખરીનો જંગ ચાલે છે, ભાજપ હવે આંધ્રપ્રદેશમાં કેટલું ફાવશે તે જોવાનું રહેશે. ડી પુરંદેશ્વરીની વાત કરીએ તો તેમને દક્ષિણના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. તે વિશાખાપટ્ટનમથી સાંસદ રહ્યા છે.. 2014 પહેલા કોંગ્રેસ સાથે તે જોડાયેલા હતા પણ હવે ભાજપ સાથે જોડાયેલા છે. 


તેલંગાણાની વાત કરીએ તો ત્યાં કે ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટીનો દબદબો છે. કોંગ્રેસના એઆર રેડ્ડીને પણ મોટા નેતા માનવામાં આવે છે. તેલંગાણામાં જાન્યુઆરી 2024માં વિધાનસભાની ચૂંટણી છે અને તમામ પક્ષોએ દમથી લડવા તૈયારીઓ કરી છે. ગયા વખતે 2018માં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કેસીઆર જીત્યા હતા અને બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. જી કિશન રેડ્ડી હવે તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપવાના છે. તે સિકંદરાબાદથી ભાજપના એમપી છે. 1977માં જનતાપાર્ટીથી તેમના રાજકીય સફરની શરૂઆત થઈ હતી. 


ઝારખંડની વાત કરીએ તો બાબુલાલ મરાંડીને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. નવેમ્બર-ડિસેમ્બર 2024માં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે માટે ભાજપે બાબુલાલ મરાંડીને મોકો આપ્યો છે. હાલ ત્યાં ઝારખંડ મુક્તિ મોર્ચાના હેમંત સોરેનની સરકાર છે. ત્યાં હેમંત સોરેનની પાર્ટીનું મહાગઠબંધન છે અને તેમણે જ સરકાર બનાવી છે. જેમાં કોંગ્રેસ, આરજેડી અને એનસીપી પક્ષો સામેલ છે. સામે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની વાત કરીએ તો ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ય યુનિયન બંને સાથે લડી રહ્યા છે. ત્રીજી બાજુ ઝારખંડમાં ડાબેરી વિચારધારાની પણ અનેક પાર્ટી છે જેનો ભારે દબદબો છે. બાબુલાલ મરાંડની વાત કરીએ તો ઝારખંડ બન્યા બાદ તે પહેલા મુખ્યમંત્રી હતા. અત્યાર સુધી તે ઝારખંડમાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે ઝારખંડ વિકાસ મોરચા નામની પાર્ટી બનાવી હતી. આ સાથે તે ચાર ટર્મ સુધી સાંસદ પણ રહેલા છે. હવે ભાજપે તેમને મોટી જવાબદારી આપી છે. બાબુલાલ મરાંડીના રાજકીય સફરની શરૂઆત પણ ભાજપ સાથે જ થઈ હતી. હજુ પણ અમુક રાજ્યોના પ્રદેશ પ્રમુખને બદલાવાની વાત થઈ રહી છે પણ હવે જ્યારે બદલાશે ત્યારે જોવાનું રહેશે બાકી હાલ તો ખાલી ચર્ચાઓ જ ચાલી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં સરપ્રાઈઝ બહુ આવતા હોય છે તો ગુજરાતમાંથી પણ કોઈ સરપ્રાઈઝ આવશે કે નહીં તે જોવાનું રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે