મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં કોર્ટે બ્રિજભૂષણ સિંહને પાઠવ્યું સમન્સ, 18 જુલાઈએ હાજર થવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-07-07 19:31:33

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે સમન મોકલ્યું છે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 6 મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે હાલમાં જ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. હવે કોર્ટે બ્રિજભૂષણ સિંહને 18 જુલાઈએ હાજર થવા માટે સમન પાઠવ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહ ઉપરાંત WFIના ઉપાધ્યક્ષ વિનોદ તોમરને પણ સમન મોકલવામાં આવ્યું છે.


1500 પાનાની ચાર્જશીટ દાખલ


બ્રિજભૂષણ સિંહ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહના હોમ ટાઉનમાં ફરીને લગભગ 200 સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને  તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તે ઉપરાંત 70-80 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પહેલવાનોદ્વારા લગાવવામાં આવેલા યોન ઉત્પીડનના આરોપોના આધાર પર  બ્રિજભૂષણ સિંહ સામે 354 (એક મહિલાની મર્યાદા ભંગ કરવી) 354A (યૌન સંબંધી ટિપ્પણી),   354D (પીછો કરવો) અને આઈપીસીની કલમ 506 (1) (ગુનાઈત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


બ્રિજભૂષણ સિંહ કોર્ટમાં હાજર રહેશે


બ્રિજભૂષણ સિંહ સામે દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા એસીએમએમ હરજીત સિંહ જસપાલે બ્રિજભૂષણને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસને આગળ વધારવા માટે પુરતા પુરાવાઓ છે. આ વચ્ચે સમન મળ્યા હોવાની પુષ્ટિ કરતા બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટ કહ્યું કે તેઓ 18 જુલાઈએ કોર્ટની સામે હાજર થશે. તેઓ વ્યક્તિ રીતે હાજર થવાને લઈને કોઈ પણ પ્રકારની છૂટ નહીં માગે.


ટોચના પહેલવાનોએ કર્યા હતા ધરણા 


WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના ટોચના પહેલવાનો ધરણા પર બેઠા હતા. લગભગ એક મહિના સુધી બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જંતરમંતર પર ન્યાયની માગ કરતા રહ્યાં. રમતગમત મંત્રાલયે દરમિયનગીરી કર્યા બાદ ખેલાડી મેટ પર પરત ફર્યા હતા. હાલ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા પોતાની ટીમની સાથે ટ્રેનિંગ કરવા માટે કઝાકિસ્તાન ગયા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.