યૌન શોષણના આરોપો વચ્ચે બ્રિજભૂષણ શરણ સિંહે પોલીસ સમક્ષ પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા! જાણો આ મામલે શું થઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-05-12 15:26:03

દિલ્હી ખાતે કુસ્તીબાજો WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ સમક્ષ જવાબ આપવા બ્રિજભૂષણ હાજર થયા હતા. પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહના નિવેદનને લખી દીધો છે. ઉપરાંત પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે.

  

પોલીસ સમક્ષ હાજર થયા બ્રિજભૂષણ શરણ સિંહ!

યૌન શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ WFI અધ્યક્ષ બ્રિજભૂષણ  શરણ સિંહ પર લગાવ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પહેલવાનો ધરણા કરી રહ્યા છે. 23 એપ્રિલથી પહેલવાનો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલા તો તેમના વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર કુસ્તીબાજોએ ખખડાવ્યા હતા. જે બાદ પોલીસે અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવી ગયું છે. પોતાના પર લાગેલા આરોપોને બ્રિજભૂષણ સિંહે નકાર્યા છે.          

પહેલવાનો દ્વારા લગાવવામાં આરોપોની તપાસ માટે બનાવાઈ ટીમ!

દિલ્હી પોલીસની એસઆઈટી સમક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ હાજર થયા હતા. પોતાનું નિવેદન દાખલ કરાવ્યું હતું. જો જરૂર પડશે તો ફરી તેમને બોલાવામાં આવશે. પોલીસ સમક્ષ તમામ આરોપો બ્રિજભૂષણ શરણ સિંહે નકાર્યા છે. મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આરોપને લઈ તપાસ કરવા 10 લોકોની ટીમ બનાવામાં આવી છે. મહિલા અધિકારી આ મામલે નજર રાખશે. મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આરોપોના પૂરાવા શોધવા ઉત્તરપ્રદેશ. ઝારખંડ, કર્ણાટક, હરિયાણામાં તપાસ કરશે. બ્રિજભૂષણ સિંહ ઉપરાંત ભારતીય કુશ્તી મહાસંઘના આસિસ્ટંટ સેક્રેટરી વિનોદ તોમરનું પણ નિવેદન દાખલ કર્યું છે. દિલ્હી પોલીસની એફઆઈઆરમાં વિનોદ તોમર પર પણ આરોપ લગાવામાં આવ્યા છે.     

Image

પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલે લીધી હતી ધરણા સ્થળની મુલાકાત! 

મહત્વનું છે કે કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી જંતર મંતર પહોંચ્યા હતા. ત્યાં મહિલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. તેના થોડા દિવસો બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. તે સિવાય ત્યાં જ પહેલવાનોએ કસરત શરૂ કરી દીધી હતી. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. ત્યારે આ મામલે આગળ શું થાય તે જોવું રહ્યું?      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે