બ્રિજભૂષણ શરણ સિંહ Vs પહેલવાનોનો વકર્યો વિવાદ! જાતીય શોષણ મામલે ફસાયેલા સાંસદ બ્રિજભૂષણે રદ્દ કરી મહારેલી, જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-02 15:39:04

ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ હજી સુધી તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત આવી છે. અનેક રાજકીય પાર્ટીના નેતાઓએ પહેલવાનોની મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલા ગંગામાં મેડલને વિસર્જિત કરવાની વાત પહેલવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેને કેન્સલ કરાયો હતો. અયોધ્યા ખાતે 5 જૂનના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ અયોધ્યામાં મહારેલી કરવાના હતા. પરંતુ મહારેલીના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.


અયોધ્યા ખાતે આયોજીત મહારેલીને રદ્દ કરાઈ!

પહેલવાનો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે ચાલતો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનોએ લગાવ્યો છે. પહેલવાનોના સમર્થનમાં અનેક સંગઠનો તેમજ રાજનેતાઓ આવ્યા છે. ત્યારે ગંભીર આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણે અયોધ્યા ખાતે આયોજીત થનારી મહારેલીને સ્થગિત કરી દીધી છે. 5 જૂનના રોજ આ મહારેલી યોજાવાની હતી પરંતુ વિવાદને જોતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સન્માન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


બ્રિજભૂષણ વિરૂદ્ધ કરવામાં આવેલી બંને FIR સામે આવી!

મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે FIR કરવામાં આવી છે. બંને FIR સામે આવી છે. એક FIR નાબાલિક છોકરીને લઈ કરવામાં  આવી છે જ્યારે બીજી FIR બાલિક પહેલવાનોના આરોપો પર આધારિત છે. પુખ્ત વયના મહિલા પહેલવાનોએ  કહ્યું કે બ્રિજભૂષણએ અનેક વખત છેડછાડ કરી. બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનોએ જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. આ કેસમાં નવો વળાંક આવ્યો હતો જેમાં આરોપ લગાવનાર નાબાલિક નહીં પરંતુ પુખ્ત વયની છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વધારે વિરોધને જોતા 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ્દ કરવામાં આવી છે.  



ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું છે. તેની બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપી છે.