આવતી કાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, 31 જાન્યુ.એ આર્થિક સર્વે અને 1 ફેબ્રુ.એ બજેટ રજુ થશે


  • Published By :
  • Published Date : 2023-01-31 12:22:59

દેશમાં 2024થી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી વચ્ચે આવતીકાલથી શરૂ થનાર સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આવતી કાલે સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. આ પછી સરકાર 2022-23ના વાર્ષિક આર્થિક સર્વેનો રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. 


રાષ્ટ્રપતિ મુર્મુ બન્ને ગૃહોને કરશે સંબોધન


કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને સદનોને સંયુક્ત રીતે સંબોધન કરશે. કાલથી તા.6 એપ્રિલ સુધીના આ સત્રમાં 66 દિવસમાં 27 બેઠકો થશે. સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થશે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.


અંતિમ પૂર્ણ બજેટ છે 


લોકસભા ચૂંટણી 2024માં યોજાવાની છે, તેથી આ બજેટનું મોદી સરકાર માટે ખુબ જ મહત્વ છે. ચૂંટણી પૂર્વેનું આ અંતિમ પુર્ણ બજેટ હશે અને તેથી મોદી સરકાર હવે ‘રેવડી-કલ્ચર’ અપનાવે છે કે પછી અત્યંત ટાઈટ નાણાકીય સ્થિતિ જોતા રાજકોષીય ખાધ વગેરેની ચિંતા કરશે? તેના પર સામાન્ચ લોકોથી માડીને આર્થિક નિષ્ણાતોની નજર રહેશે. 


આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ


સંસદના બજેટ સત્ર પહેલા સોમવારે (30 જાન્યુઆરી) દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 27 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આજે સર્વપક્ષીય બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આજની બેઠક સારી રહી, હું સંસદને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છું છું. વિપક્ષો હવે કઈ રીતે ફલોર સ્ટ્રેટેજી ઘડે છે તેના પર સૌની નજર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે