દિલ્હીમાં 5 માળની ઈમારત ધરાશાઈ, કોઈ જાનહાનિ નહીં, video જોઈ લોકો દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-03-08 19:18:58

હોળીના દિવસે દિલ્હીના વિજય પાર્ક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અચાનક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણે તે વખતે ઘરની આસપાસ કોઈ નહોતું, નહીંતર તેની ઝપેટમાં ઘણા લોકો ભોગ હોત. જોકે આસપાસના મકાનોને થોડું નુકસાન થયું છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા હતા. 


સમગ્ર મામલો શું છે


દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના મૌજપુર સ્થિત વિજય પાર્ક ગલી નંબર 24માં થઈ હતી. મકાનમાં રહેતા 2 થી 3 જેટલા પરિવારો બિલ્ડીંગમાં ફસાયા હતા જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી મુજબ આ ઘર 18 યાર્ડમાં બનાવવામાં આવ્યું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.