વિશ્વ વિખ્યાત બુર્જ ખલીફા નજીકની 35 માળની ઈમારત પર લાગી આગ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:30:15


સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આગનો એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે થઈ હતી. દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટના એટલા માટે ખૂબ મોટી હતી કારણ કે આગ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પાસે લાગી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.


પોલીસે ઘટનાનો કર્યો ઈન્કાર 


ઈમારતમાં લાગેલી આગનો વીડિયો જોઈને લાગે છે કે કોઈ મોટી મીણબત્તી સળગી રહી છે. આ ભયાનક આગ ઈમારતના દરેક ફ્લોરની બાલ્કનીમાંથી ફેલાઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ ઈમારત પર કાળા નિશાન દેખાય છે. આ ઇમારત UAE સરકાર સમર્થિત એમાર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ 8 બુલવાર્ડ વોક નામના ટાવર્સની શ્રેણીનો એક ભાગ છે. દુબઈ પોલીસ અને સિવિલ ડિફેન્સે તાત્કાલિક આગનો ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો ન હતો. એમાર ડેવલપર્સે પણ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી અને ન તો દુબઈની મીડિયા ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરી હતી.



ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રીને પાર અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. અમદાવાદ માટે એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે એએમસી દ્વારા રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પરંતુ સ્માર્ટ મીટરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. બિલ વધારે આવે છે તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લાગશે જેથી ભરોસો આવે.

સોશિયલ મીડિયા પર એસટી બસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં બસ ઉભી રાખવાનું ભૂલી જતા ડ્રાઈવરે 15 કિલોમીટર બસને રોન્ગ સાઈડ ચલાવી.. મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ.

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...