ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:28



ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અમદાવાદથી મુંબઈ આવતા સમયે પાલઘર નજીક કાર અકસ્માતમાં નિધન થયું છે. અમદાવાદથી સાયરસ મિસ્ત્રી સહિત કુલ 4 લોકો મર્સિડીઝ બેન્ઝ કારમાં બેસીને મુંબઈ આવી રહ્યા હતા. પાલઘર નજીક સૂર્યા નદીના પુલ પર મર્સિડીઝનો અકસ્માત થયો હતો. કારમાંથી ચારેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં સાયરસ મિસ્ત્રી સહિત એક વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 



પાલઘર પોલીસે શું સ્પષ્ટતા કરી?

મર્સિડીઝ કાર નંબર MH-47-AB-6705નો પાલઘર નજીક અકસ્માત થયો હતો. જેમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના સિવાય જહાંગીર દિનશા પંડોલનું નિધન થયું છે. ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક રીતે એવું લાગે છે કે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રી સહિતના સવાર લોકોને કાસાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કાર્યપદ્ધતિ મુજબ પાલઘર પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ડારિયસ પંડોલ અને અનાયતા પંડોલ આગળની સીટ પર બેઠા હતા એરબેગના કારણે બંનેનો બચાવ થયો હતો. જ્યારે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનસા પંડોલ પાછળની સીટ બેઠા હોવાના કારણે તેમનું નિધન થયું હતું. 



અનેક મોટા નેતાએ શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રીને સમગ્ર મામલો ધ્યાનમાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીનું આવી રીતે જવાથી શોકની લાગણી અનુભવું છું. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા જે આર્થિક ક્ષમતામાં વિશ્વાસ રાખતા હતા. ઉદ્યોગ અને વાણિજ્ય જગત માટે આ મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રોને સંવેદના પાઠવું છું." જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "સાયરસ મિસ્ત્રીના નિધનથી દેશની આર્થિક શક્તિને મોટી ખોટ પડી છે. નમ્રતા તેમનો કાયમી લક્ષણ હતો. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."


કોણ હતા સાયરસ મિસ્ત્રી?

સાયરસ મિસ્ત્રી શાપૂરજી પાલોનજી ગ્રુપ પાલોનજી મિસ્ત્રીના પુત્ર હતા. તેઓએ વિદેશથી મેનેજમેન્ટ વિષયનો અભ્યાસ કર્યો હતો. 1991થી તેઓ ઉદ્યોગજગત સાથે જોડાયા હતા. તેઓએ જ્યારે વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન પદે નિમણૂક થઈ હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ચાર વર્ષ ટાટા સન્સના ચેરમેન પદે સેવા આપી 2016ના રોજ રાજીનામુ આપ્યું હતું. વિવાદ બાદ 2017માં એન. ચંદ્રશેખર ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. ટાટા સન્સ સામે તેઓ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આજે ઉદવાડાથી મુંબઈ જતા સમયે સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત થયો હતો જેમાં ચારમાંથી 2 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે