માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી સાધક બને છે સાહસિક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 06:59:01

નવરાત્રી દરમિયાન માતાજીના અલગ-અલગ સ્વરુપોની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા માતાની ઉપાસના કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી ઉપાસક પરાક્રમી અને નિર્ભયી બને છે. છે. માતા ચંદ્રઘંટા ઉપાસકોને તમામ ડરથી મુક્તિ આપે છે. 

Goddess Chandraghanta (Third Day Navratri Devi): Story, Beej Mantra in  English & Hindi - Rudra Centre


શા માટે માતાજીનું નામ પડ્યું ચંદ્રઘંટા

માતાજીએ મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો છે જેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે દૈત્યોનો સંહાર કરવા તેવો અવતરિત થયા હતા. માતા ચંદ્રઘંટા સિંહ પર સવારી કરે છે. તેમના 10 હાથ છે. જેમાં તલવાર, ત્રિશુળ, ગદા સહિત અનેક અસ્ત્ર શસ્ત્ર શોભી રહ્યા છે.


ત્રીજા દિવસે કયો રંગ અને ભોગ કરવો અર્પણ

નવરાત્રીના નવ દિવસો દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. royal blue color માતા ચંદ્રઘંટાને પ્રિય હોવાથી ત્રીજા દિવસે તેનું મહાત્મય વધી જાય છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીને દૂધ અર્પણ કરવામાં આવે છે. દૂધ અર્પણ કરવાથી ધન વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ સાધકને થાય છે.  


કયા મંત્રથી કરવી દેવીની ઉપાસના 

માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર- 

पिण्डजप्रवरारूढ़ा ण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

જો કોઈ સાધક તેમના મંત્રની ઉપાસના ન કરી શકે તો તેમનો બીજ મંત્રની ઉપાસના કરી શકે છે.  ऐं श्रीं शक्तयै नम: નો 108 વાર જપ કરવાથી ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે. 




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે