ICAIએ જાહેર કર્યું CAનું ફાઇનલ રિઝલ્ટ, દેશને મળ્યા 13,430 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો અક્ષય જૈન ટોપર


  • Published By :
  • Published Date : 2023-07-05 17:12:32

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ આજે ​​5મી જુલાઈના રોજ CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. ICAI CA ની ઇન્ટર અને ફાઇનલ પરીક્ષા મે 2023 માં યોજાવાની હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ વર્ષની CA ફાઈનલ પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે 13,430 વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે. 


અક્ષય જૈને ટોપ કર્યું


ICAIએ CA રિઝલ્ટ 2023 હેઠળ ફાઈનલ અને ઈન્ટરમિડીએટની મે મહિનામાં લેવાયેલી પરીક્ષામાં મહત્તમ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં (CA Toppers List 2023) પણ જારી કર્યું છે. આ લિસ્ટ મુજબ અમદાવાદના અક્ષય જૈને આ વર્ષે  CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંકે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે હૈદરાબાદના વાય ગોકુલે ઇન્ટરમાં ટોપ કર્યું છે. અગાઉ, સંસ્થા દ્વારા તાજેતરની નોટિસ જારી કરીને CA ફાઇનલ પરિણામ મે 2023 અને CA ઇન્ટર રિઝલ્ટ મે 2023ની તારીખ આપવામાં આવી હતી. ICAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ફાઇનલ અને ઇન્ટર-મે પરીક્ષાના પરિણામો બુધવારે જાહેર થવાના હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.