પબુભા બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની જાહેરાત, પગાર ભથ્થું નહીં લેવાનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-23 18:13:34

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક કરોડપતિ ધારાસભ્યો વિજયી થયા હતા. આ અમિર ધારાસભ્યોએ પગાર અને ભથ્થા નહીં લેવાનો નવો ચીલો ચાતર્યો છે. દેવભૂમિ દ્વારકા બેઠક પરથી ચૂંટાનારા પભુભા માણેક બાદ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ મંત્રી તરીકેનું પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે.


CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર 


કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળે છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખીને પગાર ભથ્થું નહીં સ્વીકારવાની જાહેરાત કરી. આર્થિક રીતે સધ્ધર બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી બે વાર જીત્યા છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.


કોણ છે બળવતસિંહ રાજપુત?


નવા મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપુત 100 કરોડથી વધુની એટલે કે 327 કરોડની મિલકતો ધરાવે છે. સફળ બિઝનેસ મેન અને ગોકુલ ગૃપના માલિક બળવંતસિંહ રાજપુત ગ્રેજ્યુએટ છે. 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે