પતિને પુરાવા વિના વ્યભિચારી અને દારુડિયો કહેવો ક્રૂરતા છે:બોમ્બે હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 17:02:11

મહિલાએ પુનેની ફેમિલા કોર્ટના 2005ના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પુનેની ફેમિલી કોર્ટે તેના લગ્ન ભંગ કરી દેતો ચુકાદો આપ્યો હતો.
નિવૃત્ત સેનાધિકારી સામે તેમની પત્નીએ વ્યભિચારી અને દારુડિયા હોવાના આરોપ લગાવ્યા હતા.

2008 Gujarat blast case: Bombay HC asks special court to decide plea of  accused against MCOCA charges

પતિ અને પત્નીના એક મામલામાં બોમ્બે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ પુરાવા વિના પતિ પર વ્યભિચારી અને દારુડિયો હોવાનો આરોપ લગાવવો એ કૂરતા જ છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે અને પુરતા પુરુવા રજૂ કરાયા નથી. મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મુજબ કહ્યું હતું.

Courageous wives of Bihar, India and drunk husbands

બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પત્ની કોઈ પુરુવા કે આધાર વિના પોતાના પતિને વ્યભિચારી કે દારુડિયો કહે છે, તો તે પણ ક્રૂરતા જ મનાશે. હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન આ કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, જો પુરાવા વિના કોઈના પર આવા આરોપ લાગવાય છે, તો તે પણ માનસિક પીડા આપવા સમાન છે.

Maharashtra Family Courts/District Court in India | Official Website of  District Court of India

હકીકતમાં, 50 વર્ષની એક મહિલાએ પુનેની ફેમિલી કોર્ટના વર્ષ 2005ના એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેના લગ્નને ભંગ કરી દેવાયા હતા. ત્યારે પતિએ જ પોતાની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, તેની તરફથી ખોટા આરોપ લગાવાય છે અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પતિ એક નિવૃત્ત સેના અધિકારી હતા, જેમનું સુનવાણી દરમિયાન મોત થઈ ગયું હતું. મહિલાએ ફેમિલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે ભાર આપીને કહેવાયું હતું કે, મહિલાનો પતિ વુમનાઈઝર અને દારુડિયો હતો. એ કારણે જ્યારે તેનું મોત થઈ ગયું, તેને એ દરેક અધિકારથી વંચિત કરી દેવાઈ, જે તેને મળવા જોઈતા હતા.


પરંતુ, જજ નીતિન જામદાર અને જજ શર્મિલા દેશમુખની બેન્ચે મહિલાની એ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મહિલા દ્વારા માત્ર મૌખિક આરોપ લગાવાયા છે, પૂરતા પુરુવા રજૂ નથી કરાયા. એટલું જ નહીં, મહિલાની બહેને આજ સુધી એક વખત પણ એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, મહિલાનો પતિ વુમનાઈઝર કે દારુડિયો હતો. તો, જ્યારે આ મામલો ફેમિલી કોર્ટમાં હતો, ત્યારે પતિએ દાવો કર્યો હતો કે, તેની પત્ની તેને પોતાના બાળકોને મળવા દેતી નથી. પતિ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, પત્ની દ્વારા સમાજની સામે તેને લઈને ઘણા ખોટા દાવાઓ કરાયા હતા, જે કારણે તેમની સમાજમાં પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ હતી. હવે એ બધી દલીલોને ધ્યાનમાં રાખીને બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ક્રૂરતાનો સરળ અર્થ એ જ થાય છે કે, એક બીજ પક્ષને માનસિક પીડા થાય તેવું વર્તન કરવામાં આવે, તેનું તેના સાથી સાથે રહેવું શક્ય ન હોય.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.