કેનેડા અને ચીન વચ્ચે સંબંધો વણસ્યા, બંને દેશોએ એકબીજાના રાજદુતોને કર્યા દેશ નિકાલ


  • Published By :
  • Published Date : 2023-05-09 14:22:37

કેનેડા અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે, કેનેડાએ ચીનના રાજદુતની હકાલપટ્ટી કરી છે. આ જ મામલે ચીને પણ કેનેડાના કોન્સ્યુલેટ જનરલને 13 મે સુધી દેશ છોડી દેવાની સુચના આપી છે. ચીનના શાંઘાઈ સ્થિત વાણિજ્ય દુતાવાસને 13 મે પહેલા બંધ કરી દેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.


તંગદીલી શા માટે વધી?


કેનેડાની સિક્રટે એજન્સીએ સરકારને એક ગુપ્ત રિપોર્ટ સોંપી છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાજદુત દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે. તેઓ રાજકીય હસ્તક્ષેપ કરીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ બાદ ચીનના કેનેડા સ્થિત રાજદુત ઝાઓ વેઈને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તો સામે  ચીને પણ શાંઘાઈ વાણિજ્ય દુતાવાસને 13 મે સુધી બંધ કરી દેવાની  સુચના આપવામાં આવી છે.


તે ઉપરાંત ચીને વર્ષ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીઓના પરિણામોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ  કર્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ કેનેડાની સંસદમાં વારંવાર ચીનના રાજદુતને દેશનિકાલ કરવાની માગ કરી રહ્યા હતા. 



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.