કેનેડાએ PR કાર્યક્રમમાં કર્યા નવા સુધારા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 19:18:20

કેનેડાએ થોડાક સમય પેહલા પરમેનન્ટ રેસિડન્સી એટલેકે પીઆર માટેના નિયમો કડક કર્યા હતા . જેનાથી ઇન્ડિયન ઇમિગ્રેન્ટ્સને ત્યાં રોકાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે . જોકે હવે કેનેડાથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , કન્સ્ટ્રક્શન વર્કર માટેના પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે . તેનાથી કેનેડામાં ખુબ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ શકે છે . કેનેડામાં હાલમાં થોડા સમય પેહલા નવા વડાપ્રધાન માર્ક કાર્ને બન્યા છે . તેમના આગમન સાથે જ તેમણે પરમેનન્ટ રેસિડન્સી મેળવવાના કેટલાક નિયમો હળવા કર્યા છે . તેનાથી હાલમાં જે ઇન્ડિયન ઈમિગ્રેન્ટ્સ કેનેડામાં કન્સ્ટ્રક્શન વર્કમાં રોકાયેલા છે અને જે લોકો આ કન્સ્ટ્રક્ટર સેક્ટરમાં કામ કરવા કેનેડામાં પ્રવેશવા માંગે છે તેમને ખુબ મોટો ફાયદો થશે . 

Mark Carney - Wikipedia

આ માટે કેનેડા સરકારે એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે .જે અંતર્ગત કેનેડામાં જ રહેલા ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન વર્કરસ માટે  જગ્યા રિઝર્વ રાખી છે . બાકીના ફોરેન સ્થિત કન્સ્ટ્રક્શન વર્કર્સને સહીત કુલ ૧૪,૦૦૦ કામદારોને તક આપવામાં આવશે . આ નવા એપ્રેન્ટિસ પ્રોગ્રામ અંતર્ગત તમારે સ્ટડી પરમીટ લેવાની પણ જરૂર નઈ હોય . સરળ ભાષામાં કહીએ તો , કંસ્ટ્રકશન વર્કર માટે ડાઇરેક્ટ પીઆર ઉપલબ્ધ બનશે . આ વર્કર્સ કેનેડામાં સ્થિત હશે કે પછી તેઓ ત્યાં પ્રવેશ લેવા માંગે છે તે તમામનો આ નવા કાર્યક્રમમાં સમાવેશ થઇ જશે .  

Canada's National Housing Strategy – The Strong, the Soft, and the Splashy  | Wellesley Institute
હવે જાણીએ કે કેનેડા સરકાર કેમ આ પીઆર કાર્યક્રમમાં સુધારા લઇને આવી. વિશ્વનો ભૂગોળની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો દેશ કેનેડા . ત્યાં જગ્યા ઘણી છે પણ ઘરોની ખુબ મોટા પાયે અછત છે .  કેનેડા ૨૦૩૦ સુધીમાં , ૧૦ લાખ ઘર બનાવવા માંગે છે . આટલુંજ નહિ , કેનેડામાં સ્કિલ્ડ લેબરની જબરદસ્ત અછત જોવા મળે છે . ખાસ કરીને કંસ્ટ્રક્શન સેક્ટરમાં તો સ્કિલ્ડ લેબરની ખુબ મોટી અછત છે. વર્તમાનમાં કેનેડામાં કંસ્ટ્રશન ઇન્ડસ્ટ્રીમાં ૨૩ ટકા કર્મચારીઓ ફોરેનના છે . આ કર્મચારીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને આ બધા જ પાસે કોઈ જ પ્રકારનું નાગરિકત્વ નથી . કેનેડા સરકાર  બહારથી આવતા કંસ્ટ્રકશન વર્કર્સ માટે ટ્રેઇનિંગ ખુબ સરળ બનાવશે . રોજગારી સાથે તેમને પરમેનન્ટ રેસિડન્સી મળશે . ભારતના જેટલા પણ વિદ્યાર્થીઓ આ કંસ્ટ્રક્ટર સેક્ટરમાં હશે તેમણે કેટલાક માપદંડ એટલેકે , ક્રાઈટેરિયામાં સર  કરેલા  હોવા જોઈએ.  કંસ્ટ્રક્ટર સેક્ટરમાં સિવિલ એન્જીનીયરીંગ ટેક્નોલોજી ,  કન્સ્ટ્રક્શન એસ્ટિમેશન , કાર્પેન્ટરી, પ્લમ્બિંગ , રુફિંગ , શીટ મેટલ વર્કનો સમાવેશ થાય છે. 

Flag of Canada - Wikipedia

આ પીઆર કોઈ પણ ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે એટલે ઉપયોગી બનશે કેમ કે , તેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને છે . હાલમાં કેનેડા ખુબ જ વિવાદોમાં છે . કેમ કે , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકાનું ૫૧મુ રાજ્ય બનાવવા માંગે છે . તો હવે આવી જ આંતરરાષ્ટ્રીય ખબરો માટે જોતા રહો જમાવટ .



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .