કેપ્ટન અમરિન્દર ભાજપ માં જોડાશે ....કોંગ્રેસને લાગશે ઝટકો , આપની ચિંતા વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:20:22

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશે .....

કોંગ્રેસમાં થી નીકળી જનાર અને  પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે નક્કી કર્યું છે તે ભાજપમાં જોડાશે . તેઓએ જાહેર કર્યું છે કે તેઓ આવતા અઠવાડિયે ભાજપ માં જોડાશે. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યાં હતા પરંતુ ચન્નીમાં આગેવાનીમાં કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થયો હતો અને આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. કોંગ્રેસમાંથી નીકળી ગયા બાદ અમરિન્દરે પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, પરંતુ હવે તેમણે આ પાર્ટીનો ભાજપમાં વિલય કરી નાખવાનું અને ભાજપમાં જોડાઈજવાનું નક્કી કર્યું છે


શાહને મળતા હતા અમરિન્દર

જ્યારે કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને pm દીને મળ્યા હતા ત્યારથીજ તેમણે ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુઆ બધી અટકળો પર તેમણે પૂર્ણવિરામ લગાવી દીધો છે . જો કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશેતો આપ ની ચિંતામાં વધારો થશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે